વ્યાજખોર આરોપી દર્પણ ધોળકિયા સેન્ટ્રલ જેલહવાલે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેકટર ૨૧ પોલીસે ૧ દિવસનાં રીમાન્ડ બાદ કોર્ટમાં રજુ કરતા જેલમાં મોકલી દીધો

પાલજનાં યુવાનનાં અપહરણ પ્રકરણમાં આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધાયેલા વ્યારખોજ શખ્સ દર્પણ ધોળકીયાની ધરપકડ બાદ ૧ દિવસનાં રીમાન્ડ મેળવી પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. જેનાં રીમાન્ડ સોમવારે પુરા થતા કોર્ટે તેનાં જામીન નામંજુર કરીને સેન્ટ્રલ જેલ હવાલે કરી દીધો છે. જયારે બિજી તરફ અપહ્ત અલ્પેશનો હજુ સુધી કોઇ પતો નથી. ગાંધીનગરનાં પાલજ ગામે રહેતો યુવાન અલ્પેશ બુલાખીદાસ વાણંદ ગત તા ૧૭મીનાં રોજ પોતાનાં ઘરેથી નિકળ્યા બાદ ગુમ થઇ ગયો હતો. જેમાં અલ્પેશનાં પિતા બુલાખીદાસે આ અંગે સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.
જેમાં રૂ. ૨.૭૦ કરોડની લેતીદેતીમાં ગાંધીનગરનાં બે વ્યાજખોર પ્રમુખ પટેલ તથા દર્પણ ધોળકીયા દ્વારા તેનું અપહરણ કરાયુ હોવાનું નોંધાવ્યુ હતુ. જેના પગલે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા દર્પણ ધોળકીયા ભુર્ગભમાં ઉતરી ગયો હતો. જે બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થતા કેસમાં નવો વળાંક આવ્યો હતો. પોલીસે રવિવારે તેને કોર્ટમાં રજુ કરીને ૧ દિવસનાં રીમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ દરમિયાન પુછપરછમાં તેમણે અલ્પેશનું અપહરણ ન કયુ હોવાની તથા તેમાં તેનો કોઇ જ હાથ ન હોવાની કેફીયત આપી હતી. સોમવારે એક દિવસનાં રીમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જયાં કોર્ટ દ્વારા તેની જામીન અરજી નામંજુર કરીને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાનો આદેશ કરતા જેલમાં મોકલી દેવાયો છે.

૧૧ દિવસ બાદ પણ અલ્પેશનો કોઇ પતો નથી
પાલજનાં યુવાન અલ્પેશનાં ગુમ થયાને ૧૧ દિવસનો સમયગાળો વિતી ગયો છે. પોલીસને બંને આરોપીઓની ભાળ મળી ગઇ છે. પરંતુ અલ્પેશનો કોઇ પતો નથી. બીજી તરફ અલ્પેશનો ફોન પણ બંધ બતાવતો હોવાથી તેનું લોકેશન પણ પોલીસને મળી શકતુ નથી.