આ છે પાટનગરમાં યુવતીઓની સેફ્ટિ? ઘર નજીક કોથળામાં મળી કિશોરીની લાશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધોળાકુવામાં કિશોરીની હત્યા કરી લાશ કોથળામાં મુકી ફેકી દીધી
- એસ.પી. સહિત પોલીસ સ્ટાફે સ્થળ પર દોડી ગયો, એફ.એસ.એલ.ની મદદ લેવાઈ


ગાંધીનગર શહેરને પડખે આવેલા ધોળાકુવા ગામનાં રામદેવનગરમાં રહેતી એક કિશોરી સોમવારે ઘરેથી બપોરે ગુમ થયા બાદ રાત્રી દરમિયાન તેણીની હત્યા કરી લાશને કોથળામાં પુરીને કોઇ શખ્સો ગામની ભાગોળે ફેકી ગયા હતા. આ ઘટનાનાં પગલે સ્થળ પર લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ આ ઘટનાનાં પગલે એસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મુળ રાધનપુરનાં વતની અજમલભાઇ માજીરાણા તેના પરીવાર સાથે છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગરનાં ધોળાકુવા ગામે રહે છે. અજમલભાઇની ૧૬ વર્ષિય દીકરી આશા સોમવારે બપોરે તેણીનાં માતાને પડોશમાં ટીવી જોવાનું કહીને ગુમ થઇ ગઇ હતી. પરંતુ કલાકો સુધી આશા ઘરે પરત ન ફરતા પરીવારજનોએ આશાની શોધખોળ આદરી હતી. પરંતુ આશાનો કોઇ પતો લાગ્યો નહોતો. જેના પગલે પરીવારજનોએ મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી.

આગળ વાંચોઃ દીકરી ન મળતા પરિવારે પોલીસને જાણ કરી હતી, ગળું દબાવીની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ

તસવીરો, જગમાલ સોલંકી, ગાંધીનગર