તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વ વિદ્યાલય કેળવણી મંડળની પ્રમુખ સ્વામી કોલેજને એ-ગ્રેડનો દરજ્જો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટસ કોલેજ (કડી)ને વધુ એક સન્માન મળ્યું છે. યુનિવર્સિ‌ટી ગ્રાન્ટ કમીશન નવી દિલ્હીની ઓટોનોમસ સંસ્થા નેક (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ) દ્વારા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટસ કોલેજ કડીને એ-ગ્રેડથી સન્માનિત કરવામાં આવી છે.

કોલકત્તા યુનિવર્સિ‌ટીના પૂર્વ કુલપતિ ર્ડા. ભારતી રે. ત્રિનેન્દ્રમના ર્ડા.બદરૂદ્દીન રોથર અને બેગ્લોર સેન્ટ્રલ યુનિવર્સિ‌ટીના અધ્યાપક એન. રામચંદ્ર સ્વામીની બનેલી કમિટીએ નવેમ્બર ૨૦૧૩માં કોલેજની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. તે દરમિયાન કમિટીએ કોલેજનો અભ્યાક્રમ, ટીચીંગ લન`ગ મેથડ, રીસર્ચ, સહ-અભ્યાસ-પ્રવૃતિઓ, મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આપેલા યોગદાન જેવા મુદ્દા ઉપર ઉંડાણપૂર્વકની ચકાસણી કરી હતી. કમિટી દ્વારા કોલેજના વિવિધ મુદ્દાઓને આડકતરી રીતે પણ ચકાસવામાં આવ્યા હતાં.સમગ્ર મુદ્દાઓની ચકાસણી બાદ કમિટીએ કોલેજને એ-ગ્રેડ આપી સન્માનિત કરી હતી. એ-ગ્રેડ મળવાથી યુ.જી.સી. દ્વારા કોલેજને ૨૦૧૭ સુધી 'કોલેજ વીથ પોટેન્શીયલ ફોર એકસલન્સ’ નું આપવામાં આવ્યું હતું અને યુ.જી.સૂ. દ્વારા ૧.પ૦ લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ આપવામાં આવી હતી.

કોલેજને એ-ગ્રેડ મળવાથી કેળવણી મંડળના અધ્યક્ષ વલ્લભભાઇ પટેલની અધ્યક્ષતામાં અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વલ્લભભાઇએ સંસ્થા વધુ ને વધુ પ્રગતિ કરે અને ભવિષ્યમાં સેન્ટર ફોર એકસલેન્સનો દરજ્જો પ્રાપ્ત કરે તેવી ઇચ્છા વ્યકત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સંસ્થાને ગુજરાત સરકાર દ્વારા એએએ રેન્ક-૧ એવોર્ડ ૨૦૧૩ મળ્યો હતો.આ પ્રસંગે ર્ડા.રામભાઇ પટેલ, ર્ડા.મણીભાઇ પટેલ, પ્રિન્સીપાલ ર્ડા.અજય ગોર અને સંસ્થાના મંત્રીઓનો સ્ટાફ મિત્રોનો અને વિદ્યાર્થીઓના વાલીઓનો ચેરમેન આભાર વ્યકત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો