તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસામાં શ્રમયોગી કાર્ડમાં છબરડા યુવકના સ્થાને મહિલાનો ફોટો મૂકાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા : શ્રમના મહત્વને ધ્યાને રાખી અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રોજગારી મળી રહે તે માટે વિવિધ સરકારી યોજનાઓમાં કામ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગી કાર્ડ આપવામાં આવ્યા છે. શ્રમયોગી કાર્ડમાં ભારે લાલીયાવાડી જોવા મળી રહી છે. પુરુષના કાર્ડમાં મહિલાનો ફોટો લગાવ્યો છે. ત્યારે બેરોજગાર પુરુષ કેવી રીતે સરકારી યોજનનો લાભ લઇ શકશે ? યોજનાઓ હેઠળ રોજીરોટી મેળવતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

માણસા તાલુકાના માણેકપુરા ગામમાં અપાયેલા શ્રમયોગી કાર્ડમાં ગામના રાજેન્દ્રસિંહ કરણસિંહ ચાવડાને અપાયેલા કાર્ડમાં તેમના સ્થાને કોઇ આધેડ મહિલાના ફોટા સાથેનું કાર્ડ મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા આવા કેટલાક શ્રમયોગી પરિવારોમાં જે કાર્ડ ફાળવવામાં આવ્યા છે. તેમાં કાં તો નામ ખોટા લખ્યા છે, વહીવટી તંત્રની આવી ભુલોને કારણે રોજી તો મળી રહે છે. પરંતુ જયારે વળતર ચુકવવાની વારી આવે ત્યારે કાર્ડ ખોટુ અને ભુલોથી ભરેલુ હોવાના કારણે શ્રમયોગીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો