તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ સ્કૂલ ગેમમાં મેડલ અપાવનારનું સ્વાગત, ફુલહાર પહેરાવીને વધાવી લેવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: તુર્કીમાં 18મી જુલાઇ સુધી યોજાયેલી વર્લ્ડ સ્કૂલ ગેમમાં સાઇના ત્રણ ખેલાડીઓએ કૂસ્તીની રમતમાં ભાગ લીધો હતો. ત્રણ ખેલાડીઓએ જુદી જુદી કેટેગરીમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત, ભારત અને શહેરનું નામ રોશન કરતાં ત્રણે ખેલાડીઓને બુધવારે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયુ હતું. સ્વાગત સમારંભમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન અને સાઇના અધિકારીઓ તથા પરીવારના સભ્યો હાજર રહ્યા હતાં. ખેલાડીઓને આગમનની ખુશીમાં પરિવારના સભ્યો અને સાઇના ખેલાડીઓ ભાવુકના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

રેલ્વે સ્ટેશન પર મનપા, સાંઇ પરિવાર અને ખેલાડીઓ દ્વારા ફુલહાર પહેરાવીને વધાવી લેવાયા
દેશમાં સ્પોર્ટસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. ત્યારે ગુજરાતના ખેલાડીઓ વિદેશી ધરતી પર રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના સેકટર 15 સ્થિત સાઇ ખાતેના ત્રણ ખેલાડીઓએ કૂસ્તીમાં દેશ, રાજ્ય અને શહેરનું નામ રોશન કર્યુ છે. તુર્કી દેશમાં યોજાયેલી વર્લ્ડ સ્કૂલ ગેમમાં સાઇના અમીન શરીફે 46 કિલોગ્રામ વજનમાં ગોલ્ડ મેડલ, જ્યોતિ સિસોદિયાએ 43 કિલોગ્રામ વજનમાં સિલ્વર મેડલ અને કસ્તુરીબેને 63 કિલોગ્રામમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ગૌરવ અપાવ્યુ છે. જેમાં કૂસ્તીની રમતને ગુજરાતમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.

બુધવારે બપોરે ખેલાડીઓનું ગાંધીનગરમાં આગમન થતાં શહેરના મેયર પ્રવિણભાઇ પટેલ, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા અને સ્ટેંન્ડીગ કમિટીના ચેરમેન મનુભાઇ પટેલ, કોર્પોરેટર સહિત સાઇના અધિકારી,કોચ અને સાથી ખેલાડીઓ દ્વારા બેન્ડવાજા સાથે સ્વાગત કરાયુ હતું. ખેલાડીઓને ફુલગુચ્છ અને કકું તીલક કરીને સ્વાગત કરવામાં આવતા પરિવારના સભ્યો ખુશીમાં ભાવુક બન્યા હતાં. વિજેતા ખેલાડીઓને એક કિલો દેશી ઘી આપવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ચંન્દ્રક વિજેતા અને ગાંધીનગરના કોર્પોરેટર નાજાભાઇ ઘાંઘરે કહ્યુ કે સ્પોર્ટસમેન એક તપસ્વી અને યોગી હોય છે. ખૂબ તપસ્યા કર્યા બાદ જેમ તપસ્વીને ભગવાનના દર્શન થાય છે. તે રીતે સ્પોર્ટસમેન ખૂબ પરીશ્રમ કર્યા બાદ મેડલ પ્રાપ્ત કરે ત્યારે તે ખુશ થાય છે. ખેલાડી મોજશોખ, પરિવારને ત્યજે ત્યારે ખરો સ્પોર્ટસમેન પેદા થાય છે. વિજેતા ખેલાડીઓએ વિદેશી ધરતી પર તીરંગો લહેરાવ્યોને શહેરને ગૌરવ અપાવ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો