શહેરના વોર્ડ ચારમાં પાણી પુરુ નહીં પડાય તો વડાપ્રધાનને રોકવા ચીમકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: શહેરના પાટનગરના વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ સેક્ટર 23,24 અને 25માં એક મહિનાથી પાણીના પોકાર પડી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટર અંકિત બારોટ સહિત વસાહતીઓએ મંગળવારે કાર્યપાલક ઇજનેરને આવેદન આપી રજૂઆત કરી હતી. કહ્યુ કે જો પાણીની સમસ્યાને ઉકેલવામાં નહિં આવે તો પીએમને રસ્તામાં રોકી જવાબ માંગીશુ.

છેલ્લા એક મહિનાથી સેક્ટર 23,24 અને 25માં પાણી માટે કાગારોળ મચી ગઇ છે. મહાપાલિકામાં રજૂઆત કરવા છતા પાણી પુરુ પાડવામાં આવતુ નથી. ગાંધીનગર મહાપાલિકા લોકોને સુવિધાઓ પુરી પાડવામાં વામણી પુરવાર થઇ રહી છે. એક તરફ સ્માર્ટ સિટીમાં સમાવેશ કરાય છે ને બીજી તરફ લોકો પાણીના પોકાર નાખી રહ્યા છે. નાગરિકોને પાણીની સમસ્યામાંથી બહાર લાવવા ટેન્કર દ્વારા પાણી પુરુ પાડે તેવી અમારી માંગણી છે. જો સરકાર અમારી માંગણીની અવગણના કરશે તો પીએમનો રસ્તો રોકી જવાબ માંગવામાં આવશે.