ટિ્વટર ટાઉનહોલમાં જોડાનાર દેશના પ્રથમ CM રૂપાણી, માધ્યમ થકી આપશે સવાલોના જવાબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : રાજ્ય સરકાર પોતાની યોજનાઓની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકો સુધી પહોંચાડવા માટે સક્રિય છે ત્યારે સીએમ વિજય રૂપાણી હવે લોકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ થશે, લોકોના પ્રશ્નોના જવાબ પણ આપશે. 23 સપ્ટેમ્બરે ટિ્વટર ઇન્ડિયાના ‘ટિ્વટર ટાઉનહોલ’ કાર્યક્રમમાં વિજય રૂપાણી જોડાશે અને લોકોને તેમણે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપશે. ટિ્વટર ટાઉનહોલ કાર્યક્રમમાં જોડાનાર વિજય રૂપાણી દેશના પ્રથમ મુખ્યમંત્રી બનશે.

ટિ્વટર ટાઉનહોલમાં જોડાનાર દેશના પ્રથમ CM

રૂપાણી સીએમ બન્યા તે પહેલાથી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તેમના અપડેટ્સ સતત આવતા રહે છે. ટિ્વટરમાં તેઓ 44 હજાર ફોલોઅર્સ ધરાવે છે અને સીએમ બન્યા પછી તેમના ફોલોઅર્સની સંખ્યા વધી છે. ટિ્વટર ટાઉનહોલ કાર્યક્રમ થકી તેઓ લોકો સાથે સીધો સંવાદ કરશે. શુક્રવારે આ અંગેની જાહેરાત થશે. લોકો ટિ્વટર પર ‘આસ્ક વિજય રૂપાણી’ હેશટેગના ઉપયોગથી સીએમને કોઇપણ પ્રશ્ન પૂછી શકશે. 23મીએ મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં વિજય રૂપાણી પસંદ કરેલા 15થી 20 પ્રશ્નોના જવાબ આપશે. આ સમગ્ર કાર્યક્રમનું યૂ-ટ્યૂબ પર લાઇવ બ્રોડકાસ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગૂગલ હેન્ગઆઉટ કાર્યક્રમ આપ્યો હતો જે ભારે સફળ રહ્યો હતો. હવે વિજય રૂપાણી પણ મોદીના પગલે સોશિયલ મીડિયાથી લોકો સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...