ગુજરાતમાં US યુનિવર્સિટીનો સેમિનાર: સ્વામિ. ગુરૂકુલનાં વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ : કલોલ હાઇવે પર આવેલા સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરૂકુલ કેમ્પસમાં યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ઓકલોહોમાં યુએસએથી આવેલા ર્ડા.ડેનિસ અને બુનુન લહેમન દ્રારા ત્યાંની યુનિવર્સિટી માટેનો માહિતીસભર માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોએ પ્રથમ ત્યાંની યુનિવર્સિટીની માહિતી આપતા જણાવ્યુ હતું કે આ યુનિવર્સિટી ૧૨પ વર્ષથી ચાલે છે. જે ૨પ૦ એકર માં ફેલાયેલી છે. ત્યાં ઘોરણ ૧૨ પછી બધી ફેકલ્ટીઓમાં પ્રવેશ માટેની વ્યવસ્થા થઇ શકે છે. જેમાં છોકરાઓને સ્કોલરશિપ તથા જોબ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
કલોલ સ્વામી. વિશ્વમંગલ ગુરૂકુલમાં યુએસએ યુનિ.નો સેમિનાર યોજાયો

આ કાર્યક્રમમાં યુએસએ યુનિ.ના અગ્રણીઓએ શ્રી સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરૂકુલ કલોલના સંપુર્ણ કેમ્પની માહિતી અને મુલાકાત લીધી હતી અને સ્વામીનારાયણ એન્જીનિયરીંગ કોલેજ તેમજ પી.એસ.એમ હોસ્પિટલ અને સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ સ્કુલ રાણીપના વિઘાર્થીઓ સાથે સેમિનાર યોજ્યો હતો.જેમાં યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ઓકલાહોમાં સાથે થયેલા એમઓયું બદલ મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજીએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અભ્યાસ અર્થે યુ.એસ.એ જવા ઇચ્છતા વિઘાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનો પુરતો પ્રયાસ કરાયો હતો.

આગળ જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...