તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરના સાહસિક બાઇક રાઇડર્સ, નીકળ્યા વિશ્વના સૌથી ઉંચા માર્ગની સફરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: યુવા અવસ્થામાં વ્યકિતની સાહસવૃત્તી તેની ચરમસીમા પર હોય છે. ત્યારે ગાંધીનગર સ્થિત મેટલ હેડ રાઈડર્સ ક્લબના બે યુવાનો તેમના બુલેટ મોટર સાઈકલ લઈને ગાંધીનગરથી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવેલા લેહ-લદાખના પ્રવાસે નીકળ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વનાં સૌથી ઊંચા રોડ ખારડુંગલા પાસ, પેનગોંગ લેક, સ્પિતી વેલી તથા વિશેષમાં શહિદ સ્મારક, રિઝાંગ લા(ચુશુલ) જેવા અતી દુર્ગમ વિસ્તારોમાં પ્રવાસ કરશે.
 
‘યુથ ફોર યુનીટી’ અને ‘પર્યાવરણ સંરક્ષણ’નો સંદેશ ફેલાવશે
 
મેટલ હેડ રાઈડર્સ ક્લબ અને વનશ્રી ટ્રસ્ટ સાથે સંકળાયેલા બંને યુવાનો રાજેન્દ્રસિંહ સોલંકી અને હરદીપસિંહ જાડેજા તેમના પ્રવાસ દરમિયાન કોઈ બેક-અપ વાહન વગર સાહસ ખેડશે. દેશની રાષ્ટ્રીય એકતા અખંડિતાને ટકાવી રાખવા માટે યુવાનો ‘યુથ ફોર યુનીટી’ અને ‘પર્યાવરણ સંરક્ષણ’નો સંદેશ ફેલાવવા માટે બાઇકની રાઇડ પર નીકળ્યા છે. મેટલ હેડ રાઈડર્સ ક્લબના જયેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, બન્ને યુવાનોને આ બુલેટ રાઈડ રાષ્ટ્રીય એકતામાં વધારો પર્યાવરણ સંરક્ષણ હેતુના સંદેશ સાથે જનજાગૃતી ફેલાવવા, દેશપ્રેમ, શૌર્ય અને સાહસવીરતા જેવા જીવનમુલ્યો આત્મસાત કરવા માટે પ્રેરીત કરશે.
 
શહિદ સ્મારક પર નમન માટે પ્રેરીત કરશે
 
આ યુવાનો શહિદ સ્મારક રિઝાંગ લા પાસ બલિદાન તુમારા યુવા નમન હમારા અભિયાન દ્વારા રેઝાંગ લા(ચુશુલ) શહિદ સ્મારક પર નમન માટે પ્રેરીત કરશે. ગાંધીનગર સ્થિત મેટલ હેડ રાઈડર્સ ક્લબના બે યુવાનો તેમના બુલેટ લઈને ગાંધીનગરથી જમ્મુ કાશ્મીર જવા રવાના થયા છે ત્યારે તેમના આ સાહસને બિરદાવવામા આવી રહ્યુ છે. 
 
રેઝાંગ લામાં 1962માં 120 જવાનો શહિદ થયા હતાં આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...