તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં બે બસને આગચંપીનો પ્રયાસ, મુસાફરોથી ભરેલી STમાં સળગતી બોટલ ફેકાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ઉનામાં દલિત સમાજનાં યુવાનો પર આચરવામાં અત્યાચારનાં વિરૂધ્ધમાં બુધવારે બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. ગાંધીનગર જિલ્લામાં બંધ દરમિયાન કોઇ અઘટીત ઘટના ન બને તે માટે દિવસભર પોલીસ દોડતી રહી હતી. પરંતુ બુધવારની રાત્રે અડાલજથી ચાંદખેડા જતા માર્ગ પર ઝુંડાલ પાસે નર્મદા બ્રિજ પર બે બાઇક તથા એક્ટીવા પર આવેલા 6 શખ્સો બસને અટકાવીને તેમાં જ્વલનશીલ પ્રવાહીની સળગતી બોટલ ફેંકીને નાસી ગયા હતા. મુસાફરો સાથેની બસ સળગાવવાનાં આ પ્રયાસમાં એક મુસાફર દાઝી જતા ગાંધીનગર સિવિલમાં ખસેડાયો હતો. બીજી તરફ રાત્રે 11 વાગ્યાનાં અરસામાં એસટી ડેપોમાં પાર્ક એક બસને કેટલાક તોફાની તત્વોએ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો.

દલિત પેન્થર સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનાં એલાનને લઇને રાજયભરમાં સંવેદનશિલ વાતાવરણ ઉભુ થયુ હતુ. ગાંધીનગર જિલ્લામાં બંધને લઇને કોઇ બનાવ ન બને તે માટે દિવસભર પોલીસ દોડતી રહી હતી. દરમિયાન બુધવારે સાંજે બનાસકાઠાંનાં ભાંભરથી રાત્રે 9 વાગ્યે સુરત જવા નિકળેલી 8 મુસાફરો સાથેની બસને તોફાની તત્વોએ મધરાતે અડાલજ પાસે નિશાન બનાવી હતી.

-બુધવારે મોડીરાત્રે છ શખ્સોએ નર્મદાબ્રિજ પરથી જતી બસને રોકી

પ્રાપ્ત વિગતોનુંસાર ભાંભર સુરત રૂટની એસટી બસ નં જીજે 18 વાય 7820ને ડ્રાઇવર ભાવેશભાઇ જીણાભાઇ રાવળ તથા કંડકટર રાજેશભાઇ વણસોણા ભાંભર ડેપોથી લઇને નિકળ્યા હતા. રાત્રે 12.41 વાગ્યાનાં અરસામાં બસ અડાલજથી નિકળીને ચાંદખેડા તરફ જઇ રહી હતી. ત્યારે ઝુંડાલ કેનાલનાં બ્રિજ પર આગળ જઇ રહેલી 2 મોટર સાઇકલ તથા એક એક્ટીવા પર સવાર 6 શખ્સોએ બાઇક ધીમા કરીને આડા કરીને રોકાવી હતી.

-અડાલજ પાસે મુસાફરોથી ભરેલી STબસમાં સળગતી બોટલ ફેકાઇ

ડ્રાઇવર ભાવેશભાઇ કાંઇ સમજે તે પહેલા બે બાઇક સવારોએ ખાલી સાઇડ ફરીને બસની પ્રથમ બારીએથી જ્વલનશીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલ બસમાં ફેકતા પ્રથમ સીટે બેઠેલા દાહોદનાં વતની મુસાફર ધુમાસીંગ વરસિંગ નિનામા (ઉ.વ. 45- રહે મોટી થરાદ, દાહોદ) આગમાં લપેટાયા હતા. હુમલાખોર તત્વો પેટ્રોલ બોમ્બ સમાન આ બોટલ ફેકીને નાસી ગયા હતા. જયારે બસનાં કંડકટર તથા મુસાફરોએ ધુમાસિંગે લાગેલી આગ ઓલવીને બોટલ સળગતી બોટલ બહાર ફેંકી દીધી હતી.

-પોલીસ પહેરા સાથે મુસાફરોને વૈષ્ણોદેવી સર્કલથી ગીતા મંદીર ડેપો પહોચાડ્યા

ડ્રાઇવરે બસને ત્યાંથી પાછી વાળીને અડાલજ લાવી 108ને ફોન કરી દાઝેલા ધુમાસીંગને ગાંધીનગર સિવિલ મોકલીને પોલીસ પહેરા સાથે મુસાફરોને વૈષ્ણોદેવી સર્કલથી ગીતા મંદીર ડેપો પહોચાડ્યા હતા. જયાંથી બસને ફરી અડાલજ ડેપો લાવવામાં આવી હતી. આ બનાવમાં બસનાં ડ્રાઇવર ભાવેશભાઇ રાવળે 6 અજાણ્યા હુમલાખોરો સામે આઇપીસી 329 (સ્વેચ્છા પુર્વક મહાવ્યથા કરવી), 436(નાશ કરવાનાં ઇરાદાથી આગ કે સ્ફોટક પદાર્થથી બગાડ કરવો), 341(ગેરકાયદે અવરોધ કરવો), 147(હુલ્લડ કરવુ), 149(કાયદાની વિરૂધ્ધ મંડળી રચવી ગુનો કરવો) હેઠળ ગુનો નોંધાવતા પીઆઇ કે કે પંડ્યાએ આ દિશામાં તપાસ હાથ ધરી છે.
બસ પર ફેંકાયેલી બોટલમાં કયુ પ્રવાહી હતુ? એફએસએલની મદદ લેવાઇ
તોફાની તત્વો દ્વારા બસમાં ફેકવામાં બોટલમાં કયું પ્રવાહી હતુ તે પોલીસ પ્રાથમિક તપાસમાં ઓળખી શકી નહોતી. જેના પગલે ગાંધીનગર એફએસએલને જાણ કરવામાં આવતા અધિકારી જી પી દરબાર ઘટના સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પરથી કાચની બોટલની કરચલીઓ તથા ઓઇલ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. બંનેનાં નમુનાં એફએલસ દ્વારા લઇને આ દિશામાં તપાસ આદરવામાં આવી છે. એફએસએલ અધિકારી જી પી દરબારનાં જણાવ્યાનુંસાર બોટલમાં શુ પ્રવાહી હતુ તે જાણી શકાયુ નથી. પરંતુ પેટ્રોલ ન હોવાનું કહી શકાય.

-મુસાફરો સાથે બસ સળગાવવાની ઘટના ગંભીર

ગુજરાતમાં દલિત યુવાનો પર અત્યાચાર વિરોધમાં ચાલી રહેલા દેખાવો દરમિયાન ઘણા સ્થળો પર બસો સળગાવવાની ઘટનાઓ સામે આવી છે. પરંતુ આવી ઘટનાઓમાં પ્રદર્શનકારીઓ દ્વારા મુસાફરોને બસમાંથી ઉતારી દઇને આગચંપી કરવામાં આવી હતી. પરંતુ અડાલજ પાસેનાં આ બનાવમાં તોફાની તત્વોએ મુસાફરો સાથેની બસ જ સળગાવવાનો પ્રયાસ કર્યો તે ગંભીર બાબત છે. જો બોટલ તુટી હોત અને આગ ઝડપથી પ્રસરી હોત તો 8 મુસાફરો મહામુસીબતમાં મુકાયા હોત.

-મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા હતી : ડ્રાઇવર

એસટી બસનાં ડ્રાઇવર ભાવેશભાઇ સાથે ઘટના કઇ રીતે બની તે અંગે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે ઝુંડાલ કેનાલ પર બે બાઇક તથા 1 એક્ટીવા પર આગળ 6 શખ્સો જઇ રહ્યા હતા. તેમણે બસની આગળ જ બાઇક એકદમ ધીમા કરી રોકી દેતા મારે બસ રોકવી પડી. તેમાંથી એક યુવાન ઉતરીને મારી તરફ ચાલ્યો આટલામાં ખાલી સાઇડથી બે શખ્સોએ સળગતી કાચની બોટલ કેબીન પાસેની પ્રથમ સીટ પર ફેંકતા આગનો ભડકો થયો. મારૂ ધ્યાને તે તરફ ગયુ એટલામાં હુમલાખોર શખ્સો ફરાર થઇ ગયા. આ બનાવમાં એક મુસાફર દાઝતા અન્ય મુસાફરોએ મળી આગ ઓલવી સળગતી બોટલ બહાર ફેકી દીધી. મુસાફરોની સુરક્ષા પ્રથમ હોવાથી ત્યાંથી બસ પાછી લાવીને દાઝેલા મુસાફરને સારવાર માટે ખસેડી પોલીસને જાણ કરી મુસાફરોને ગીતા મંદીર પહોચાડ્યા.

બસમાં 8 જેટલા મુસાફર હતા : ધુમસિંગ નિનામા-પિડીત

તોફાની તત્વોનાં હુમલામાં દાઝેલા મુસાફર ધુમસિંગ સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે બસમાં 7થી 8 મુસાફરો હતા. બોટલ બસમાં ફુટી હોત તો કદાચ હું જીવતો હોત કે નહી તે સવાલ છે. હુ રાધનપુરથી દાહોદ જવા બેઠો હતો. હું સુતો હતો ત્યારે અચાનક સળગતી બોટલ પડતા દાઝી જતા જાગી ગયો હતો. સાહેબ મારા ઘરે 5 સંતાનો તથા પત્નિ છે. ઘરમાં હું એક જ કમાનાર છું. મને કાંઇ થયુ હોત તો મારા પરીવારનું શું થાત. આમાં મારો શું દોષ હતો?
પીઆઇ કે. કે. પંડ્યાએ જવાબો આપવાનું ટાળ્યું

મુસાફરો સાથેની બસ સળગાવવાનાં પ્રયાસની આ ઘટના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં જ બની હતી. જેની તપાસ અડાલજ પોલીસ સ્ટેશનનાં પીઆઇ કે કે પંડ્યા દ્વારા હાથ ધરવામાં આવી છે. બુધવાર રાતની આ ઘટનામાં આરોપી અંગે પોલીસે એક પણ કડી મેળવી શકી નહોતી. જેના પગલે પીઆઇ કે કે પંડ્યાએ પત્રકારોનાં ફોન રીસીવ કરવાનું ટાળ્યુ હતુ.
આગળ વાંચો ગાંધીનગર એસટી ડેપોમાં પાર્ક બસને છ શખ્સે નિશાન બનાવી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો