તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોરેન્ટે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં સરચાર્જ 50 પૈસા ઘટાડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: ટોરેન્ટ પાવરે ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 50 પૈસાનો ઘટાડો કર્યો છે. આથી અમદાવાદ, સુરત અને ગાંધીનગરના 30 લાખ ગ્રાહકને વીજબિલમાં રાહત મળશે. નજીકના સ્થળેથી સારી ક્વૉલિટી ધરાવતો કોલસો મળવાથી અને ગૅસના ભાવો ઘટાડતાં ફ્યુઅલ કોસ્ટમાં ઘટાડો થયો હોવાનું ઊર્જામંત્રીએ જણાવ્યું હતું. રાજ્યમાં 15 મહિના પછી ફ્યુઅલ સરચાર્જમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ટોરેન્ટે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં સરચાર્જ 50 પૈસા ઘટાડ્યો

નજીકના સ્થળેથી સસ્તા ભાવે કોલસો મળવાથી અને ગૅસના ભાવોમાં ઘટાડો થવાથી બળતણનો ખર્ચ ઘટતાં જર્કના આદેશના પગલે ટોરેન્ટ પાવરે ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 50 પૈસાનો ઘટાડો કર્યો છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરના 30 લાખ ગ્રાહકને વીજબિલમાં રાહત મળશે. લાંબા સમય બાદ ફ્યુઅલ સરચાર્જમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, વીજ કંપનીઓને અગાઉ ઇમ્પોર્ટેડ કોલસો અને ઊંચા ભાવના ગૅસનો ઉપયોગ કરવો પડતો હોવાથી ફ્યુઅલ સરચાર્જ વધારે આવતો હતો. આથી ગ્રાહકોનું વીજબિલ પણ વધુ આવતું હતું.

હવે યુનિટે 80 પૈસા ફ્યૂઅલ સરચાર્જ લેવાશે, 30 લાખ ગ્રાહકોને ફાયદો

હવે કેન્દ્ર સરકારે નજીકના સ્થળેથી સારી ક્વૉલિટી ધરાવતો કોલસો મળે તેવી વ્યવસ્થા ગોઠવતાં અને ગૅસના ભાવો પણ ઘટાડતાં વીજ કંપનીઓની ફ્યુઅલ કોસ્ટમાં ઘટાડો થયો છે જેની સીધી અસર ગ્રાહકોને થશે. રાજ્યમાં 15 મહિના પછી ફ્યુઅલ સરચાર્જમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જર્કે મંજૂર કરેલા ત્રીજા ક્વાર્ટરના નવા ફ્યુઅલ સરચાર્જ પ્રમાણે ટોરેન્ટ પાવર રૂ. 1.30ના બદલે 80 પૈસા પ્રતિ યુનિટે વસૂલશે. ફ્યુઅલ કોસ્ટ ઘટવાને કારણે ચાલુ વર્ષે ક્રમશઃ ફ્યુઅલ સરચાર્જ ઘટી રહ્યો છે.

જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ક્વાર્ટરમાં ફ્યુઅલ સરચાર્જ રૂ. 1.98 હતો જે બીજા ક્વાર્ટર એપ્રિલથી જૂનમાં રૂ. 1.30 થયો હતો હવે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં 80 પૈસા થયો છે. ઇન્ડસ્ટ્રીઅલ, કોમર્શિયલ અને રેસિડેન્સિયલ સહિત તમામ કેટેગરીના ગ્રાહકોને આ લાભ થશે. ટોરેન્ટ પાવર દ્વારા જણાવાયું હતું કે, ગેસની કિંમતો અને બળતણ ખર્ચમાં ઘટાડો થવાના કારણે ફ્યુઅલ સરચાર્જ ઘટ્યો છે.
આગળ વાંચો હવે યુનિટ દીઠ 18 પૈસા રેગ્યુલેટરી ચાર્જ લાગશે, સરકારી વીજ કંપનીઓના દર જાહેર થશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો