તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તદ્દન નિરસ પ્રતિભાવ: આજે ખેલમહાકુંભનો પ્રારંભ, સમાપન નક્કી નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર/મહેસાણા: મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે ખેલ મહાકુંભ 2016નું ઉદઘાટન કરશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સાંજે પાંચ વાગ્યે એક સમારંભમાં તેઓ આ વર્ષના ખેલ મહાકુંભનો આરંભ કરાવશે. પરંતુ આ વખતે ખેલ મહાકુંભના આયોજનમાં તંત્રનું ઉપેક્ષિત વલણ જોવા મળે છે તે નવી સરકારનો બિનઅનુભવ વધુ એક વખત સ્પષ્ટ કરે છે.

સરકારમાં નેતૃત્વ બદલાયું અને ઉચ્ચ અધિકારીઓની બદલીઓના કારણે આયોજનમાં ઉપેક્ષા

ઓગસ્ટમાં આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું. સપ્ટેમ્બરનું પહેલું સપ્તાહ નવા મુખ્યમંત્રીની મથામણમાં ગયું. સાતમીએ નવી સરકારે શપથ લીધા. જેમાં પસંદ થયેલા સભ્યોનો પ્રોફાઈલ જોતાં નવા નિશાળીયાની સરકારનું ચિત્ર ઉપસ્યું. તે પછી, નવા મુખ્યમંત્રીએ વહીવટી ફેરફારો આદર્યા. વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની બદલીઓનો દોર ચાલ્યો. સપ્ટેમ્બર પૂરો થવા આવ્યો અને આ સમગ્ર સમય દરમિયાન ખેલ મહાકુંભના આયોજન પ્રત્યે જાણે કોઈ જ ગંભીર ધ્યાન અપાયું નહીં.

- ખેલમહાકુંભ માટે તદ્દન નિરસ પ્રતિભાવ

રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે 30 રમતોના મહાકુંભ માટે રજિસ્ટ્રેશનમાં નિરસતા જોવા મળી છે. સત્તાવાર આંકડા મુજબ, 26મી સપ્ટેમ્બર સુધીમાં 39,86,301 ખેલાડીઓનું જ રજિસ્ટ્રેશન થયું. ગયા વર્ષે નોંધણી જ 40 લાખથી વધુની હતી. પરિણામે, રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 26મીની હોવા છતાં વ્યવહારમાં મહાકુંભ શરૂ થયા પછી પણ નોંધણી ચાલુ રહેશે.

નવી સરકારના બિનઅનુભવનો વધુ એક પુરાવો

આયોજનમાં અણઘડતા એટલે સુધી છે કે, ખેલ મહાકુંભના સમાપનની તારીખ પણ હજુ સુધી નક્કી નથી. 22 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે પણ તે પછી સમાપન ક્યારે તે નક્કી નથી કર્યું. વળી, ખેલમહાકુંભ વિષે વધુને વધુ પ્રસાર થાય તેવા નક્કર કોઈ પ્રયાસો જ નથી દેખાયા, સત્તાવાર નિવેદન કે પ્રેસનોટમાં પણ વિભાગ કે મંત્રી તરફથી કોઈ પ્રકારની વિગતો નથી અપાઈ.

નોંધણી વધુ ભાગ લેનારા અડધા

છેલ્લા પાંચ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે નોંધણી અને ખરેખર ભાગ લેનારા ખેલાડીઓની સંખ્યામાં જે મોટો ભેદ છે તે દેખાડે છે કે, સરકારને નોંધણીના આંકડા વધારવામાં વધુ રસ લાગે છે.
વર્ષનોંધણીખેલાડી
2011-1221.5117.62
2012-1324.416.74
2013-1440.3631.44
2014-1535.6228.55
2015-1640.3924.96
(સંખ્યા લાખમાં)
અન્ય સમાચારો પણ છે...