ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન આવનાર તારીખ 9 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાત ચૂંટણી કમિશને હાલમાં દક્ષિણ ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવતા રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા છે. આ સાથે દરિયા કિનારે પણ આવારા તત્વો પ્રવેશ ન કરે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે.
ગુજરાત ચૂંટણી કમિશનની જાહેરાત મુજબ આજે સાંજે 5 વાગ્યાથી ચૂસ્ત આચારસંહિતા લાગું થશે. ત્યારબાદ કોઇ પણ રાજકીય પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. આ બધાની વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરના રોજ યોજાશે. રાજકીય પાર્ટીઓએ લગાવેલા એડીચોટીના જોરનું પરિણામ લાવવા શાંતિ પૂર્ણ મતદાન થશે.ગુજરાત ચૂંટણી કમિશને સર્વે મતદારો શાંતિ પૂર્ણ રીતે મતદાન કરે તે માટે પહેલ કરી હતી. આ સાથે જાણવું રહ્યું કે બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરના રોજ યોજાશે.
મતદાનની પોઝિટીવ પહેલઃ પાંચ આંગળીઓ વડે થતું ભોજન એક દિવસ ચાલે, પરંતુ એક આંગળી વડે થતું મતદાન પાંચ વર્ષ ચાલે...
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.