તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરમાં પાંચ સરક્યુલર રૂટ સહિત 40 બસ દોડાવવાની વિચારણા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગરના સમગ્ર મહાપાલિકા વિસ્તારને આવરી લેતી શહેરી બસની સેવા ચાલુ કરવા માટે કવાયત શરૂ કરી દેવાઇ છે અને તેમાં તમામ સેક્ટર તથા શહેરી ગામોને આવરી લેતા 5 સરક્યુલર રૂટ સહિત 40 બસને દોડતી કરવા માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. સ્થાયી સમિતિ સાથેના પરામર્શમાં રહીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાંદખેડા, અડાલજ, વૈશ્નોદેવી, ચિલોડા અને ઇન્દિરા બ્રીજ સુધી બસ પહોચાડવાની યોજના તૈયાર કરાઇ છે.

દિલ્હીની એનજીઓ દ્વારા ગાંધીનગર આવીને જરૂરતનો સર્વે કરાયો

જો કે આ સ્થળો સુધી બસ ચલાવવા દેવાની આખરી મંજુરી તો એસ ટી નિગમની લીલી ઝંડી પર આધારિત રહેશે. સર્વ સમાવેશક યોજના બની રહે તેના માટે દિલ્હીની એનજીઓને ગાંધીનગર બોલાવીને જરૂરતનો સર્વે કરાયો છે. સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલના જણાવવા પ્રમાણે આગામી એકાદ અઠવાડિયામાં શહેરી બસ સેવા માટેના ટેન્ડર આખરી કરી દેવા માટે ઝડપથી પ્રક્રિયા હાથ ધરવા માટે અધિકારીઓને કહેવામાં આવ્યું છે.

ચાંદખેડા, અડાલજ, વૈશ્નોદેવી, ચિલોડા અને ઇન્દિરા બ્રીજ સુધી બસની યોજના

કોઇ ફરિયાદ વગરની બસ સેવા ચલાવી શકાય તેના માટે કરવામાં આવેલી પ્રિ ટેન્ડર પ્રક્રિયામાં શહેરી બસ ચલાવવા માટે 5 એજન્સીએ તૈયારી દાખવી છે. મહાપાલિકા દ્વારા જો કે પ્રથમ શરત એ રાખવામાં આવશે કે 40 નવી બસ મુકવામાં આવે અને તમામ બસ ઇકો ફ્રેન્ડલી મતલબ કે સીએનજી રાખવામાં આવે તે બાબત ફરજિયાત રહેશે. તમામ બસમાં આગળ અને પાછળ એમ બે દરવાજા મુકવાનું પણ ફરજિયાત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી કૉન્સેપ્ટ અંતર્ગત દરેક બસમાં જીપીએસ સિસ્ટમ પણ અનિવાર્ય રહેશે.

-બસ સ્ટેન્ડ પર પ્રિ કાસ્ટ ટોઇલેટ મુકાશે
તમામ સેક્ટર અને શહેરી ગામમાં બસનો પોઇન્ટ આપવામાં આવશે, તેમાંથી મહત્વના અને જ્યાં ભીડ એકત્ર થતી હોય તેવા પોઇન્ટ પર પ્રિ કાસ્ટ ટોઇલેટ મુકવાની વિચારણા કરાયાનું સ્થાયી ચેરમેને જણાવ્યુ હતું.
ત્રણ પ્રકારની બસ, દર 20 મિનિટે મળશે
દરેક રૂટ પર ખાલી બસ દોડતી ન રહે તેના માટે પણ વિચારાયું છે. તે પ્રમાણે 18 બેઠક, 24 અને 29 બેઠકની ક્ષમતા ધરાવતી બસ મુકવામાં આવશે. આ ઉપરાંત દરેક પીક અપ પોઇન્ટ પરથી દર 20 મિનીટે બસ મળે તેવું આયોજન કરાશે.
અન્ય સમાચારો પણ છે...