તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર: IAS અધિકારીઓને હવે દિલ્હી ડેપ્યુટેશનની મંજૂરી નહીં અપાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: રાજ્ય સરકારે હવે ગુજરાત કેડરના આઇએએસ અધિકારીઓને ડેપ્યુટેશનમાં દિલ્હી જવાની મંજૂરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એકપણ અધિકારીને ડેપ્યુટેશનમાં નહીં મોકલાય. એટલું જ નહીં કેન્દ્ર દ્વારા વિવિધ ખાલી જગ્યા માટે એમ્પેનલમેન્ટ થયેલા અધિકારીઓની યાદી મંગાવાતી હોય છે તે યાદી પણ હવે મોકલાશે નહીં.
 
વિધાનસભાની ચૂંટણી અને સિનિયર અધિકારીઓની અછતનું કારણ દર્શાવીને રાજ્ય સરકારે આ મામલે ડીઓપીટીને પણ પત્ર લખી જાણ કરી છે. વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષે યોજાનાર હોવાથી રાજ્ય સરકારે વિધાનસભા ચૂંટણી સુધી એટલે કે હાલની સરકારમાં હવે અધિકારીને ડેપ્યુટેશનમાં જવાની મંજૂરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
 
અન્ય સમાચારો પણ છે...