તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની સિઝન શરૂ થતા રોપા વિતરણમાં તેજી, 10 હજાર છોડ વહેચાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગર વન વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે દર વર્ષ ખાતાકીય વાવેતર, વેચાણ તથા જાહેરમાં રોપણી માટે લાખોની સંખ્યામાં રોપાઓ ઉછેરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં શુક્રવારની રાત્રે સાર્વત્રિક સામાન્ય વરસાદ પડતા વન વિભાગ કામે લાગી ગયો છે. ત્યારે વરસાદનાં પ્રથમ દિવસે વનચેતનાં નર્સરીમાંથી 10 હજાર જેટલા રોપાનું વેચાણ થયું હતું. 

જયારે વન વિભાગ દ્વારા પણ જનમાર્ગ પર ખાતાકીય રોપણી શરૂ કરી દેવામાં આવી છે.  વનતંત્ર દ્વારા ઉનાળામાં જ ખાતાકીય વાવેતર, જાહેર વાવેતર તથા નાગરીકો અને સંસ્થા તરફથી આવતી માંગને ધ્યાને લઇને લાખોની સંખ્યામાં જુદી જુદી નર્સરીમાં રોપાઓનો ઉછેરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં પ્રથમ વરસાદ સાથે જમીન ભીની થવા સાથે જ માર્ગ પર અક્ષરધામથી સેકટર 30નાં સર્કલ વચ્ચે 300 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.
 
આગળ વાંચો, પ્રથમ દિવસે 10 હજાર રોપાનું વિતરણ
 
 
 
અન્ય સમાચારો પણ છે...