તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોએ ખાદી ફરજિયાત કરવાના નિર્ણયને આવકારાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ ખાદી ફોર નેશન નહીં પણ ખાદી ફોર ફેશનમાં ખાદી પરિવર્તિત થઇ રહી છે ત્યારે આધુનિક ટેકનોલોજી દ્વારા ખાદી ઉદ્યોગનો વિકાસ કરી, સમાજના સંપન્ન વર્ગ સુધી જો તેને આપણે પહોંચાડીશુ તો આખરે સમાજની આર્થિક સંપન્નતાનો લાભ ખાદી વેચાણ મારફત ગરીબ વર્ગને જ થશે તેવો વિશ્વાસ શિક્ષણ અને મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યના ચોટીલા તાલુકાના 21 હજાર વિદ્યાર્થીઓને 4200 જોડી ડ્રેસ અપાતા રૂ. 3.20 કરોડ અને જેતપુર, જામકંડોરણા તાલુકામાં 15 હજાર વિદ્યાર્થીઓને ખાદીના 30 હજાર ડ્રેસ અપાતા રૂ. 2.80 કરોડ મળીને કુલ રૂ. છ કરોડનું વેચાણ વધ્યું છે.

દર મંગળવારે સ્વૈચ્છિકરીતે ખાદી પહેરવાનું પગલું મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભર્યું હતું. આ સાથે સ્કૂલો-શિક્ષણ વિભાગના સરકારી કર્મચારીઓ દર મંગળવારે ખાદી પહેરવાનું શરૂ કર્યુ છે તેવું સરકારી સૂત્રોનું કહેવું છે. તેમના આવા પગલાને બિરદાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાઓએ મંત્રી ચુડાસમાનું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે સંબોધન કરતા ચુડાસમો કહ્યું હતું કે આ સન્માન તે મારું એટલે કે કોઇ વ્યકિતનું નહીં, પણ એક વિચારનું છે અને આ વિચાર એટલે ગાંધી વિચાર. આ પ્રસંગે કેન્દ્રીય ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ વી.કે.સક્સેનાએ કહ્યું હતું કે ગાંધીજીના ખાદી વિચાર અને તેના પ્રોત્સાહન દ્વારા દેશની સમૃદ્ધિના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાકાર કરી રહ્યા છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો