તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનગઢ દલિત હત્યાકાંડ: 2 કેસમાં પોલીસે સી સમરી રિપોર્ટ ભરી દીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : થાનગઢમાં 22 અને 23 નવેમ્બર 2012એ પોલીસ ગોળીબારમાં 3 દલિત યુવકનાં મૃત્યુ થયાં હતાં. જેના અનુસંધાને જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. ‘દિવ્ય ભાસ્કર’ને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર 3માંથી 2 કેસમાં એટલે કે મેહુલ રાઠોડ અને પ્રકાશ પરમારના હત્યાકેસમાં પોલીસે ‘સી’ સમરી રિપોર્ટ ભરી દીધો છે. તપાસકર્તા પોલીસ અધિકારીએ નોંધ્યું છે કે ‘કારણ કે આ મુકદ્દમો કાયદાની ભૂલ અથવા તો તે અંગેની ગેરસમજથી કરાયો હતો તેથી તે ખરો નહોતો. આ રિપોર્ટને લઈને મૃત મેહુલ રાઠોડના પિતા વાલજીભાઈનો આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમણે જણાવ્યું છે કે ‘સરકારે દલિતોના ભોગે માનીતા પોલીસ અધિકારી હરિકૃષ્ણ પટેલને બચાવવાનો કારસો રચ્યો છે.’

આ અંગે તપાસ અધિકારી ગિરીશ પંડ્યાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે મિટિંગમાં હોવાથી વાત નહીં થઈ શકે તેમ જણાવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી મોદી એક યાત્રામાં લીંબડી ખાતે પ્રવાસમાં હતા ત્યારે બીજી તરફ થાનગઢમાં 22 અને 23 નવેમ્બર, 2012એ પોલીસે કરેલા ગોળીબારમાં પંકજ સુમરા, મેહુલ રાઠોડ અને પ્રકાશ પરમારનું મૃત્યુ થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના એસપી રાઘવેન્દ્ર વત્સ યાત્રાના બંદોબસ્તમાં હોવાથી જામનગર એસપી હરિકૃષ્ણ પટેલ થાનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારના ઈન્ચાર્જ હતા અને ત્યાં હાજર હતા.

હરિકૃષ્ણ પટેલને બચાવવા સી સમરી રિપોર્ટ ભરાવ્યો

મૃતકના પિતા વાલજી ઠાકોરે જણાવ્યું હતું કે ‘હું હવે આ સરકાર પાસેથી ન્યાયની કોઈ આશા રાખતો નથી. મારું સ્પષ્ટ માનવું છે કે મારા દીકરાની હત્યા માટે જવાબદાર હરિકૃષ્ણ પટેલ કે જેઓ તે સમયે ઈન્ચાર્જ હતા અને મારા દીકરા તેમજ પ્રકાશની હત્યાના કેસમાં આરોપી છે. સરકાર અને ખાસ કરીને આનંદીબેન પટેલ સાથે તેમને ખૂબજ સારા સંબંધ છે તેથી સીએમ તેમને બચાવવા માગે છે. અને તેથી જ અમારા સંતાનોના મૃત્યુના ભોગે હરિકૃષ્ણ પટેલને બચાવવા માટે પોલીસ પાસે ‘સી’ સમરી રિપોર્ટ ભરાવ્યો છે. પરંતુ હું એમ હાર નહીં માનું. હું મારા દીકરાની હત્યા માટે જવાબદાર અધિકારીને સજા અપાવીને જ રહીશ.’
સાક્ષી હોવા છતાં તેની જુબાની નથી લેવાઈ

કિરીટ રાઠોડનું કહેવું છે કે ‘જે ગોળીબારમાં મેહુલ અને પ્રકાશની હત્યા થઈ તે જ ગોળીબારમાં છનાભાઈ નામના વ્યક્તિને પગમાં ગોળી વાગતા ઈજા થઈ હતી. છનાભાઈ સાક્ષી તરીકે જુબાની આપવા તૈયાર હોવા છતા તેમની જુબાની નથી લેવાઈ. આ અંગે અમે છનાભાઈને અમારી સાથે લઈને થોડા મહિનાઓ પહેલા તત્કાલીન એડી. ડી.જી. સીઆઈડી ક્રાઈમ, અનિલ પ્રથમને મળવા ગયા હતા. તેમણે અમને આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ છનાભાઈની જુબાની ન લેવાઈ અને પોલીસે ‘સી’ સમરી ભરી દીધી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો