તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો..બોલો., ગાંધીનગરની પ્રજાએ જ પોલીસને અડ્ડાની યાદી આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અંતિમ ચેતવણી: પોલીસ દારૂના અડ્ડાઓ પર નહી ત્રાટકે તો ઠાકોર સેના જનતાને સાથે રાખીને રેડ કરશે
- રખિયાલ પોલીસને ઠાકોર સેનાનું અલ્ટિમેટમ: ત્રણ ગામમાં દારૂના 17 અડ્ડા

ગાંધીનગર: ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રાજયભરમાં શરૂ કરાયેલા વ્યસન મુકિત અભિયાનમાં જનતા રેડ કરીને દારૂનાં અડ્ડાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. બજેટ સત્ર દરમિયાન પણ ચર્ચામાં ઠાકોર સેનાની આ કામગીરીનાં પડઘા પડ્યા હતા. ત્યારે દહેગામ તાલુકાનાં રખીયાલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામડાઓમાં ચાલતા દારૂનાં અડ્ડા બંધ કરાવવા સ્થાનિક ઠાકોર સેના દ્રારા પોલીસને દારૂનાં અડ્ડાઓની યાદી સાથે અલ્ટીમેટમ આપ્યુ છે. જો પોલીસ લીસ્ટમાં અપાયેલી યાદી મુજબ દરોડા નહી પાડે તો ઠાકોર સેના મિડિયાને સાથે રાખીને જનતા રેડ કરશે.

મધ્ય ગુજરાત તથા ઉતર ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં દેશી દારૂ ગાળવાની સાથે વેચાય છે. જેનાં કારણે યુવાનો તથા વડીલોમાં દારૂની બદી ઘર કરવા લાગી છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અલ્પેશ ઠાકોરનાં માર્ગદર્શનથી વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. શુક્રવારે અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળીને આ બાબતે રજુઆત કરી પાટણ-મહેસાણા જિલ્લામાં ચાલતા દારૂનાં અડ્ડા તથા ઠાકોર સેના દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી.

જેમા પોલીસ હજુ પણ આ બાબતમાં આંખ આડા કાન કરી રહી હોવાનું મિડીયા સાથે વાતચિતમાં જણાવ્યુ હતુ. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ વ્યસન મુકિતની દિશામાં ઠાકોર સેનાં સક્રિય છે. શનિવારે દહેગામ તાલુકાનાં રખીયાલ પોલીસ સ્ટેશનમાં આ બાબતને લઇને સ્થાનિક ક્ષત્રિય ઠાકોર સેનાનાં કાર્યકરો દ્વારા પોલીસને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.

ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે સેના દ્વારા પોલીસને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દારૂનાં અડ્ડાઓની માહિતી આપવામાં આવશે. જેમાં પોલીસ યોગ્ય કામગીરી કરશે તેવી આશા છે. જો પોલીસ સંતોષકાર કામગીરી નહી કરે તો મિડીયાને સાથે રાખીને જનતા રેડ કરશે. સેના દ્વારા આ આવેદન પત્રની સાથે રખીયાલ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂનાં અડ્ડાની વિગતો પણ આપવામાં આવી છે.

ક્ષત્રિય ઠાકોર સેના દ્રારા અપાયેલી યાદી

રખીયાલ પોલીસ સ્ટેશને સેનાનાં કાર્યકરો દ્વારા આપવામાં આવેલા લીસ્ટમાં અડ્ડાઓની યાદી અપાઇ છે. જેમાં ધારીસણા ગામે સામેપુરવાસ તથા ઇન્દીરનગર, નાના જલુન્દ્રા ગામે સધીમાના વાસમાં, બિલમણા ગામે ગ્રામ્ પંચાયતની બાજુમાં,દોઝમાં 3 જગ્યાએ, કાળીપુર જતા માર્ગ પર તથા કાળીપુરમાં, આંગજીનાં મુવાડા ગામે મથુરપુરમાં કંપામાં, તલોદ રોડ તળાવની બાજુમાં, જાલીયાનાં મઠમાં ઇન્દીરનગરમાં તથા રખિયાલ ગામે રખીયાલ બજાર, રેલ્વે સ્ટેશન ફાટકની પાસે, શકિતમાતાનાં મંદિર પાસે તથા વાસણપરામાં દારૂનુ વેચાણ થતુ હોવાનું જણાવાયુ છે.
અન્ય સમાચારો પણ છે...