મંદિર પોલિટિક્સ: 22 વર્ષ સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ તરફ વળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: વિધાનસભાની 80થી 100 બેઠકો એવી છે કે જે વિવિધ મંદિરોના પ્રભાવ હેઠળ છે. આથી જ બંને મુખ્ય પક્ષના નેતાઓ તેના દર્શન કરવા જાય છે. આથી જ છેલ્લા 22 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વ તરફ વળી અને છેલ્લા દોઢ મહિનામાં રાહુલ 20 મંદિરના દર્શન કરી ચૂક્યા છે. મોદી પણ તેમના ચૂંટણી પ્રચારનો પ્રારંભ મંદિરના દર્શન કરીને કરે છે. 2014ની લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ વૈષ્ણોદેવીથી કર્યો હતો તો ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ ભુજમાં આશાપુરા માતાનાં દર્શન સાથે ગુજરાતપ્રવાસનાં શ્રીગણેશ કર્યાં.

 

80-100 બેઠકો પર મંદિરોનો સીધો પ્રભાવ

 

રાહુલે પણ દ્વારકામાં માથું ટેકવીને નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. રાહુલે 4 વખત ગુજરાતનો પ્રવાસ ખેડ્યો અને અંદાજે 20 મંદિરમાં દર્શન કર્યાં જેમાં દ્વારકા, ખોડલધામ, વિરપુર, ચોટીલા. દાસી જીવણ મંદિર, સંતરામ મંદિર, ડાકોર, ભાથીજી મહારાજ મંદિર, પાવાગઢ, ઉનાઈ માતા, અક્ષરધામ, બહુચરાજી વગેરેનો સમાવેશ થાય છે.

 

મંદિર પર ભાજપ V/S કૉંગ્રેસ

 

મોદીએ કહ્યું- 22 વર્ષમાં ભાજપે શું કામ કર્યું, તેનો હિસાબ પૂછી રહ્યા છે, તો હું કહું છું કે ભાજપે ભલભલાને મંદિરે જવાની આદત પાડી છે.
યોગી આદિત્યનાથે કહ્યું- રાહુલ નમાજ પઢતા હોય, એ રીતે બેસે છે. સારું છે, તેમની બુદ્ધિ શુદ્ધ થઈ રહી છે.

રાહુલે કહ્યું- હું શિવભક્ત છું અને સત્યમાં વિશ્વાસ રાખું છું. 
શક્તિસિંહે કહ્યું- ‘શું કોઈની પાસે ભક્તિની પેટન્ટ છે?

 

ગુજરાતનાં 8 મંદિર

 

મંદિર બેઠક 2012 2007 2002 1998
ચોટીલા ચોટીલા ભાજપ કૉંગ્રેસ અન્ય અન્ય
દ્વારકા દ્વારકા ભાજપ ભાજપ કૉંગ્રેસ કૉંગ્રેસ
સોમનાથ સોમનાથ કૉંગ્રેસ ભાજપ કૉંગ્રેસ કૉંગ્રેસ
ડાકોર નડીયાદ ભાજપ કૉંગ્રેસ કૉંગ્રેસ કૉંગ્રેસ
અંબાજી દાંતા કૉંગ્રેસ કૉંગ્રેસ કૉંગ્રેસ કૉંગ્રેસ
પાવાગઢ હાલોલ ભાજપ ભાજપ ભાજપ ભાજપ
પાલિતાણા પાલિતાણા કૉંગ્રેસ ભાજપ ભાજપ ભાજપ
ગિરનાર જૂનાગઢ ભાજપ ભાજપ ભાજપ ભાજપ

 

છેલ્લી 4 ચૂંટણી

 

વર્ષ ભાજપ કોંગ્રેસ
1998 3 4
2002 3 4
2007 5 4
2017 5 4

 

આગળની સ્લાઈડ્સ પર જુઓ રાહુલે ગુજરાતના ક્યાં મંદિરે દર્શન કર્યા

અન્ય સમાચારો પણ છે...