તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય પક્ષો દ્વારા મહિલા સશક્તિકરણની થતી વાતો માત્ર ગપગોળા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: રાજકીય પક્ષો મહિલા સશક્તિકરણની વાતો કરે છે પરંતુ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ મહિલાઓને તક આપવાની વાતો થઈ રહી છે ત્યારે 2012ની સરખામણીમાં 2017માં કૉંગ્રેસ અને ભાજપે મળીને મહિલાઓને ફા‌ળવેલી ટિકિટની સંખ્યા જોતાં 9 ઓછી મહિલાને ટિકિટ આપી છે. ભાજપે આ વખતે 18માંથી માત્ર 12 અને કૉંગ્રેસે 13 પૈકી માત્ર 10 મહિલાને ટિકિટ આપી છે.


સને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસે મળીને કુલ 31 મહિલાને ટિકિટ ફાળવી હતી. તેમાંથી 16 મહિલા ઉમેદવાર વિજેતા થઈ હતી તો 15 મહિલાની હાર થઈ હતી. આ 31 બેઠક પૈકી ભાજપે 18 મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. તેમાંથી 12 બેઠક તેઓ જીત્યાં હતાં અને 6 મહિલા હારી હતી. તેની સામે કૉંગ્રેસે 13 મહિલાને ટિકિટ ફા‌ળવી હતીસ તેમાંથી 4 મહિલા વિજેતા થઈ હતી.

 

 દુ:ખની વાત તો એ છે કે, આ મહિલાઓ પૈકી મોરવા હડફની બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર સવિતાબહેન ખાંટ વિજેતા થયા હતા પરંતુ પરિણામ જાહેર થયાના દિવસે જ તેઓનું અવસાન થયું હતું. પછીથી આ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મહિલા ઉમેદવાર નિમીષાબહેન સુથાર વિજેતા થયાં હતાં. આથી ગૃહમાં કૉંગ્રેસની મહિલાઓની સંખ્યા 3 થવા પામી હતી. જોકે આ વખતની ચૂંટણીમાં વધુ મહિલાઓને ટિકિટ આપવાના બદલે બંને રાજકીય પક્ષોએ મળીને 22 મહિલાને જ ટિકિટની ફાળવણી કરી છે. તેમાંથી ભાજપ તરફથી 12 મહિલાઓને અને કૉંગ્રેસે 10 મહિલાઓને ટિકિટની ફાળ‌‌વણી કરી છે.

 

નારાજગી છોડી પ્રચારમાં લાગી જાવ : શાહ

 

ચૂંટણીને લઈને ભાજપના દ્વારા ઉમેદવારોના નામો જાહેર થતાંની સાથે જ કહીં ખુશી કહીં ગમ જેવો દ્રશ્યો સર્જાયા હતાં. ટિકિટોની વહેંચણી મુદ્દે ભાજપમાં ભડકો પણ થયો અને પ્રદેશ મોવડી મંડળે તેના પર ટાઠું પાણી પણ રેડ્યું. આ તમામ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે ટિકિટો મુદ્દે નારાજગી છોડીને તમામ દાવેદારો અને કાર્યકરોને ચૂંટણી પ્રચારના કામે લાગી જવા માટે આદેશ કર્યો છે. તેમજ ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં કેવી સ્થિતિ હતી તે હતી અને હાલ ભાજપના રાજમાં થયેલાં વિકાસનો તફાવત દર્શાવી પ્રચાર કરવા શાહે હાંકલ કરી છે. કમલમ ખાતે સોમવારે અમિત શાહની આગેવાનીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના પ્રદેશ ભાજપના હોદ્દેદારની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહે વિજય રૂપાણીને વિજયના વિશ્વાસ સાથે ચૂંટણી પ્રચારના જંગમાં ઉતરવા કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...