તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરના મેડિકલ સ્ટોર્સ પર સ્ટીંગ ઓપરેશન, 10માંથી માત્ર 2 સ્ટોરમાં ફાર્માસીસ્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ફાર્માસીસ્ટ એશો.નાં સ્ટીંગમાં 10માંથી માત્ર 2 સ્ટોરમાં ફાર્માસીસ્ટની હાજરી મળી
-શહેરમાં વિનાં ફાર્માસીસ્ટ દવાનું ધૂમ વેચાણ

ગાંધીનગર : નાગરીકોનાં આરોગ્ય માટે દવાઓનું સેવન ફરજીયાત છે. પરંતુ તેના માટે તબીબનું પિસ્ક્રીપશન ફરજીયાત હોવાની સાથે સાથે દવાઓની પરખ ધરાવતા સર્ટીફાઇડ ફાર્માસીસ્ટ દવાનું વેચાણ કરે તે માટે સરકાર દ્વારા કાયદો પણ ઘડવામાં આવ્યો છે. પરંતુ રાજયનાં મોટા ભાગનાં મેડીકલ સ્ટોર્સમાં ફાર્માસીસ્ટની ગેરહાજરી વિના જ દવાઓનું વેચાણ કરી નાગરીકોનાં આરોગ્ય સામે ચેડા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ફાર્માસીસ્ટ એસોશીએશન ગુજરાતનાં સભ્યો દ્વારા ગાંધીનગર શહેરનાં મેડીકલ સ્ટોર્સ પર સ્ટીંગ ઓપરેશન કરવામાં આવતા 75 ટકા મેડીકલ સ્ટોર્સ પર તબીબનાં પિસ્ક્રીપશન વિના તથા ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે. આ બાબતને લઇને કલેકટર કચેરીનું પણ એશોસીએશન દ્વારા ધ્યાન દોરવામાં આવ્યુ છે.

ભારત સરકારનાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટ 1940 તથા ફાર્મસી એક્ટ 1948 મુજબ દેશમાં કોઇ પણ મેડીકલ સ્ટોર્સમાં ફાર્માસીસ્ટનાં સુપરવિઝનમાં જ દવાનાં વેચાણનો કાયદો છે. જેમાં પણ ખાસ કરીને શેડ્યુલ એક્સ તથા એચની દવાઓનું વેચાણ તબીબનાં પિસ્ક્રીપશન વગર કરવુ ગંભીર ગુનો બને છે. જેનાં પગલે ગુજરાત સહિતનાં રાજયોમાં મેડીકલ સ્ટોર્સ પર ફાર્માસીસ્ટની હાજરી ફરજીયાત છે. પરંતુ ગુજરાતમાં આ કાયદો માત્ર કાગળ પર હોય તેમ મોટા ભાગનાં મેડીકલ સ્ટોર્સ પર ફાર્માસીસ્ટસની હાજરી વિનાં જ દવાનું વેચાણ કરી નાગરીકોનાં આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.

રાજયનાં નવોદીત ફાર્માસીસ્ટો દ્વારા ગત વર્ષ આ દિશામાં જાગૃતિ કેળવવા તથા સરકારનું ધ્યાન દોરવા ફાર્માસીસ્ટ એશોસીએશન ગુજરાતની રચનાં કરવામાં આવી હતી. એશોસીએશન દ્વારા રાજયભરમાં ઝુબેશ હાથ ધરી તપાસ કરતા 80 ટકા મેડીકલ સ્ટોર્સ પર ફાર્માસીસ્ટસની ગેરહાજરીમાં જ દવાઓનુ વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ હતું. એશોસીએશન દ્વારા આ દિશામા ઝુંબેશને વધારે વેગવાન બનાવી એક વર્ષમાં 50થી વધુ રેલીઓ કાઢી સરકારને રજુઆત કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. જેનાં પગલે સરકારને એક વર્ષમાં 1400થી વધુ મેડીકલ સ્ટોર્સનાં લાઇસન્સ કેન્સલ કરવાની તથા 800 જેટલા મેડીકલ સ્ટોર્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવાની ફરજ પડી છે. તેમ છતા રાજયમાં આજે પણ ફાર્માસીસ્ટ વગર દવાનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર્સની કમી નથી.

ફાર્માસીસ્ટ એશોસીએશનનાં પ્રમુખ પ્રવિણભાઇ રામનાં જણાવ્યાનુંસાર તાજેતરમાં ગાંધીનગર જિલ્લામાં આ ઝુંબેશ સાથે જોડાયેલા સભ્યો દ્વારા ગાંધીગનર શહેર તથા જિલ્લાનાં 10 જેટલા સ્ટોર્સ પર સ્ટીગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં 10માંથી 8 મેડીકલ સ્ટોર્સ પર તબીબના લખાણ વિનાં તથા ફાર્માસીસ્ટ વિનાં જ શેડ્યુઅલ એચ તથા એક્સમાં આવતી જોખમી દવાઓનું વેચાણ થતુ જોવા મળ્યુ છે. એક વર્ષની એશોસીએશનની ઝુંબેશ છતા નાગરીકોનાં આરોગ્ય બાબતે સરકારને કોઇ રસ નથી. એશોસીએશન દ્વારા જિલ્લામાં પ્રવર્તિ રહેલી આ સ્થિતી અંગે જિલ્લા કલેકટરને પણ લેખીતમાં આવેદનપત્ર આપી ધ્યાન દોરાયું છે.
અન્ય સમાચારો પણ છે...