તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર અને માણસા ડેપોમાં ઉ.ગુજરાતની બસ અટકાવાઇ, મુસાફરો રઝળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: મહેસાણામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં પાટીદાર યુવાનના મોતના પગલે મહેસાણા અને વિસનગર શહેરમાં પરિસ્થિતિ તંગ બની છે. વિસનગરમાં અજાણ્યા શખ્સો દ્વારા બસ સળગાવી દેવાઇ હતી. જેના પગલે મહેસાણા-વિસનગર તરફના એસ ટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે અને ગાંધીનગરમાં એસટી ડેપોમાં થઇને જતી બસો અહીંના ડેપોમાં જ રોકી લેવાઇ હતી. 

તેવી જ રીતે કલોલ અને માણસા ડેપોમાં પણ મહેસાણા અને વિસનગર તરફ જતી બસોને રોકી દેવામાં આવી હતી. સ્થિતિ સુધરે નહી ત્યાં સુધી બસોને રોકવામાં આવશે તેમ ડેપોના સત્તાવાર સુત્રોએ કહ્યું હતું. આ સાથે વિસનગર-મહેસાણા તરફ જતાં મુસાફારો મુશ્કેલીમાં મુકાયા હતાં. તેઓને અન્ય ખાનગી વાહન મારફતે મુસાફરી કરવી પડી હતી.

વિસનગર જતી બસો ગાંધીનગર ડેપોમાં રોકી દેવાઇ
એસટી ડેપો મેનેજર કિર્તનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિસનગરમાં બસ સળગાવવાની ઘટના બની હતી. જેના પગલે મહેસાણા-વિસનગર રૂટ પર જતી બસો ગાંધીનગર એસટી ડેપોમાં જ રોકી દેવામાં આવી હતી. ગાંધીનગર ડેપોમાંથી મહેસાણા-વિસનગર રૂટની કોઇ બસ નથી. પરંતુ અમદાવાદ તરફથી આવતી અને વાયા ગાંધીનગર એસટી ડેપોમાં થઇને જતી તમામ બસોને તોફાનના પગલે રોકવામાં આવી હતી. બસો ઉપરથી મળેલી સૂચના મુજબ ફરીથી શરૂ કરવામાં આવશે.
 
કલોલના ડેપો મેનેજર સોનલ બારોટના જણાવવા પ્રમાણે મુસાફરોની સલામતી અને સાવચેતીના પગલારૂપે બપોર બાદ કલોલથી મહેસાણા, વિસનગર અને વિજાપુર તરફથી બસો બંધ કરવામાં આવી છે. માણસા ડેપોના સત્તાવાર સુત્રોના જણાવવા પ્રમાણે અહીંથી પણ આ રૂટની બસો અટકાવી દેવામાં આવી છે. જો કે ગાંધીનગર, કલોલ કે માણસામાં બસને નુકશાન કરવાનો કોઇ બનાવ બન્યો નથી.
 
આગળ વાંચો,માણસામાં બંધના એલાનને ટેકો
અન્ય સમાચારો પણ છે...