તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં બગીચા, જાહેર શૌચાલય બનાવવા માટે ચાર કરોડ ખર્ચાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: પાટનગરના શહેર ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્ર સરકાર પસંદગી કરે તે પહેલા મહાપાલિકા તંત્રે દોડ લગાવી દીધી છે. તેના ભાગરૂપે ગુરુવારે સ્થાયી સમિતિની બેઠકમાં બગીચા અને જાહેર શૌચાલય માટે 4 કરોડથી વધુ ખર્ચની મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્તને મંજુર કરવાની સાથે 7 બગીચાનાં કામ કરવા માટે અને 50 શૌચાલયના કામ કરવા માટેના ટેન્ડરને પણ મંજુર કર્યા હતાં. દરમિયાન નવા બગીચા, રંગમંચ અને સભાગૃહ વિકસાવવા માટે 6 સભ્યોની પેનલ બનાવવામાં આવી છે અને તેની ડિઝાઇન આર્કિટેક્ટ પાસે તૈયાર કરાવવા નિર્ણય લેવાયો છે.

રંગમંચ, સર્કલ, સભાગૃહ વિકસાવવા 6 સભ્યોની પેનલ બનાવાઇ

બીજી બાજુ અનોખા મુક્તિધામના સંચાલન ખર્ચમાં સંસ્થા દ્વારા વધારો માગવામાં આવ્યો હોય તે સંબંધિ સત્તા કમિશનરને આપવામાં આવી હતી. સેક્ટર 7, 24, 27, 28 અને બાલોદ્યાન સહિતના 7 બગીચાની ફરતે પાકી કમ્પાઉન્ડ વોલ બાંધવાથી તેના વિકાસ કામની શરૂઆત કરવામાં આવશે અને આ કામગીરી પાછળ રૂપિયા 1 કરોડ, 86 હજારનો ખર્ચ કરવામાં આવશે. આ કામ આનંદ ગાર્ડન કન્સલ્ટન્સી નામની કોન્ટ્રાક્ટર એજન્સીને સોંપવામાં આવ્યું છે, જેનું ટેન્ડર સૌથી ઓછા ભાવનું મળ્યુ હતું.

સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે શહેરમાં વધુ 50 જાહેર શૌચાલય કાર્યરત કરવા માટે 25 ટોઇલેટ નવા બાંધવામાં આવશે, જ્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા મહાપાલિકા હસ્તક મુકવામાં આવેલા બંધ હાલતના 25 ટોઇલેટને પાડી નાખીને તેનું નવેસરથી બાંધકામ કરાશે. આ કામ 14.49 ટકા નીચું ટેન્ડર ભરનાર રવી બિલ્ડર્સને સોંપવામાં આવ્યું છે.

અંતિમધામના નિભાવ, સંચાલનનો ખર્ચ વધારવા કમિશનરને સત્તાની સોંપણી

આ ઉપરાંત શહેરની ભાગોળે આવેલા મુક્તિધામના નિભાવ અને સંચાલન ખર્ચમાં વધારો કરી આપવા માટેની જુનિયર સિટીઝન કાઉન્સિલ તરફથી આવી રહેલી સતત માગણીના પગલે ખર્ચની રકમમાં વધારો કરી આપવાની સતા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. મહાપાલિકા તરફથી હાલમાં સંસ્થાને રૂપિયા 72 હજાર દર મહિને ચૂકવવામાં આવે છે. ત્યારે કમિશનર ડી એન મોદીએ જણાવ્યું કે આ આવશ્યક સેવા હોવાથી હાલની સ્થિતિ અને ખર્ચ સંબંધિ અભ્યાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય કરી દેવામાં આવશે.

રખડતા ઢોરની સમસ્યા મામલે તંત્રની કવાયત
શહેરવાસીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે સેક્ટર 30 નજીક આવેલી ડમ્પિંગ સાઇટ પર 100 ઢોરનો સમાવેશ થઇ શકે તે પ્રકારની તમામ આનુસંગિક વ્યવસ્થા સાથેનો ઢોરવાડો બનાવવાનું કામ યુદ્ધના ધોરણે હાથ પર લેવા માટે તેના સંબંધી ટેન્ડર સહિત તમામ નિર્ણય કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી હતી. આ કામગીરી પાછળ 54 લાખનો ખર્ચ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો