તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગી આદિત્યનાથની દુર્ગાવાહિની ગુજરાતમાં: 6 લાખ સભ્યો બનાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્થાપેલી સંસ્થા હિન્દુ યુવા વાહિની હવે ગુજરાતમાં સગઠન ઊભું કરશે. જેના ભાગરૂપે સંસ્થા આગામી દિવસોમાં 6 લાખ સભ્યોનું સંગઠન ઊભું કરશે. 
સંસ્થાના પ્રદેશ સંગઠન મંત્રી અર્જુન મિશ્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હિન્દુ યુવા વાહિની એક બિન રાજકીય સંગઠન છે જે યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ દેશભરમાં હિન્દુ સંસ્કૃતિનું સંવર્ધન અને રક્ષણ કરવા માટે કાર્યરત છે. અર્જુન મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, સંગઠનનમાં પ્રદેશ સ્તરથી લઈને ગ્રામીણ સ્તર પર જે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે તે તમામ લોકોએ સરકારી સ્કૂલોમાં ભણતી પાંચ દીકરીઓને દત્તક લેવાની રહશે અને કમસેકમ પાંચ દીકરીઓના ભણતરનો કે ઉછેરનો ખર્ચ ઉપાડવાનો રહેશે.
 
અન્ય સમાચારો પણ છે...