તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ માટે રામમંદિર પૈસા, મત ભેગા કરવાનું સાધન છે : વાઘેલા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરઃ સુપ્રીમ કોર્ટે રામમંદિર બાબતે બંને પક્ષોએ કોર્ટ બહાર સાથે મળી નિર્ણય કરવો જોઇએ તેવું કહેતા વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે અયોધ્યામાં રામમંદિરને ખોલવામાં આવ્યું હતું અને તેની પૂજા-અર્ચના કરાઇ હતી. કોંગ્રેસ સર્વધર્મ સમભાવમાં માને છે. ભાજપ માટે રામમંદિર મત અને પૈસા એકઠા કરવાનું સાધન છે તેવો આક્ષેપ વાઘેલાએ કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીના સસ્પેન્શન વિષયે બોલતા વાઘેલાએ કહ્યું કે વિરોધ પક્ષનો સભ્ય બોલતો હોય ત્યારે તેને દબાવી દેવા માટે સસ્પેન્ડ કરાય તે યોગ્ય નથી. રામમંદિર બાબતે પ્રતિક્રિયા આપતા વાઘેલાએ કહ્યું હતું કે ભાજપ સરકાર આ મુદ્દાને ફેસ સેવિંગ તરીકે આગળ ધરીને મતો મેળવવાનું રાજકારણ ખેલી રહી છે. ભાજપ માટે રામમંદિર રોટલો શેકીને મતો મેળવવાનું સાધન છે. સુપ્રીમ કોર્ટની મર્યાદામાં રહી રામમંદિર અંગે બંને પક્ષોએ સાથે મળી નિણર્ય કરવો તેવો મત વાઘેલાએ વ્યક્ત કર્યો હતો.
આગળ વાંચો, કોંગ્રેસ આગેવાનો વિશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો