તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં દારૂ ઘૂસાડવા રેન્જ IGને 35 લાખનો હપ્તો, IAS, IPS દારૂ પીએ છે: વાઘેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : સુરતમાં થયેલા લઠ્ઠાકાંડથી ગુજરાતમાં માત્ર કાગળ પર દારૂબંધી હોવાનું વધુ એક વાર પુરવાર થયું છે. ગુજરાતમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો પાસેથી સ્થાનિક પીઆઇથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી હપતાનું ‘સેટિંગ’ ચાલી રહ્યું છે. પરપ્રાંતમાંથી દારૂ ઘુસાડવા માટે રેન્જ આઇજીને રૂ. 35 લાખનો હપતો પહોંચાડાય છે. વાઘેલાએ આક્ષેપ કર્યો કે રાજ્યના IAS, IPS અધિકારીઓ જ દારૂ પીવે છે. ગુજરાતમાં ઘુસાડાતા દારૂની લિંક અને ક્યાં અને કેટલા હપતા પહોંચાડાય છે, તેની વિગતો ખુલ્લી પાડી હતી. દારૂના વેપલામાં કુખ્યાત હરિયાણાના જોગીન્દરસિંહ, બાબુ મારવાડી અને કૈલાસ રાઠીનો દારૂ ગુજરાતમાં સમાવેશ થાય છે.

પીઆઇ, પીએસઆઇને વજન પ્રમાણે હપતો ચુકવવામાં આવે છે

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે રેન્જ આઇજીને રૂ. 35 લાખનો હપ્તો આપવામાં આવે છે. આ સાથે પીઆઇ, પીએસઆઇને વજન પ્રમાણે હપતો ચુકવવામાં આવે છે. મુંબઈમાં વર્ષ 2015માં જે લઠ્ઠાકાંડ થયો તેનો સપ્લાયર વાપીનો લાઇસન્સ હોલ્ડર લીલાધર પટેલ હતો. લીલાધર ઉપર મહેરબાની કરનારો પીએસઆઇ ભાજપના ક્યા મંત્રી કે નેતાની મહેરબાનીથી વિજિલન્સ કમિશનર બન્યો તેની તપાસ કરાવવી જોઈએ.

IAS, IPS અધિકારીઓ જ દારૂ પીએ છે : શંકરસિંહ

વાઘેલાએ સરકારના આઇએએસ, આઇપીએસ અધિકારીઓ પણ દારૂ પીતા હોવાનો ઘટસ્ફોટ કરી ગુજરાતમાં આવા અધિકારીઓ કઈ રીતે પોસ્ટિંગ મેળવી શકે? તેવો સવાલ ઉઠાવ્યો છે. સાથે સાથે તેમનાં કનેક્શન તપાસીને હપ્તા ક્યાં સુધી પહોંચે છે, તેની તપાસ કરવાની માગણી કરી હતી.

આગળ વાંચો સુરતના લઠ્ઠાકાંડે કાગળ પરની દારૂબંધી ફરી સાબિત કરી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો