ફાગણ માસમાં અસહ્ય ગરમીઃ ગાંધીનગરમાં 10 વર્ષનો રેકોર્ડ તુટ્યો 43 ડીગ્રી તાપમાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ સૂર્યનારાયણ જાણે ફાગણ માસમાં જાણે કોપાયમાન થયા હોય તેમ લાગી રહ્યું છે. સોમવારે તાપમાનનો પારો 43.2 ડિગ્રી પહોંચી જતાં કાળઝાળ ગરમીનો પરચો દેખાડી દીધો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં માર્ચ મહિનાની ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કાળઝાળ ગરમીના તિવ્ર મોજાથી લોકો તોબા પોકારી ગયાં છે.

ગ્લોબલ વોર્મિંગની માઠી અસરના પગલે ઋતુ પરિવર્નની અસર વર્તાઇ રહી છે. આજે ગાંધીનગર શહેરનું મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 38 ટકા અને સાંજે 5 વાગ્યે ઘટીને 16 ટકા જોવા મળ્યુ હતું. આમ આકરી ગરમીના કારણે બપોરના સમયે રસ્તા પરનો ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો. આગામી અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન પણ ઉંચુ જવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. તેમ સ્થાનિક હવામાન ખાતાના સૂત્રો જણાવી રહ્યાં છે.

ગરમીથી બચવા મનુષ્ય સહિત પશુઓ પણ મજબૂર
ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરતા વાહનચાલકો સહિત પશુઓએ પણ ગરમીથી બચવા છાંયડો શોધવાની ફરજ પડી હતી. જ્યારે ઘરની બાહર નીકળતા દરેક લોકોને ઘરની બાહર માથું અને મો ઢાકીને નીકળવાની ફરજ પડી હતી. જો કે બપોરના સમયમાં રોડ પર કુદરતી કર્ફયુ છવાઇ ગયો હતો.
આગળ વાંચો,23 માર્ચ 2015ના રોજ 42 ડિગ્રી હતું
અન્ય સમાચારો પણ છે...