તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખો ગેરકાયદેસર મતોને આધારે હિલેરી પોપ્યુલર વોટ જીત્યાં : ડોનાલ્ડ ટ્રમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટન: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ પણ પુરાવા વિના અભૂતપૂર્વ આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે 8 નવેમ્બરે લાખો લોકોએ ગેરકાયદેસર રીતે હિલેરી ક્લિન્ટનને મત આપ્યા હોવાને કારણે તેઓ પોપ્યુલર મત નહોતા જીતી શક્યા. કોઈ ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ પહેલીવાર આવો આરોપ મૂક્યો છે. તેમણે એવો આરોપ મૂક્યો છે કે ગેરકાયદેસર વોટિંગના કારણે તેઓ ત્રણ રાજ્યો વર્જિનિયા, ન્યુ હેમ્પશાયર અને કેલિફોર્નિયામાં હારી ગયા હતા. બીજી તરફ ગ્રીન પાર્ટીના રેસ્ટ બેલ્ટનાં ત્રણ રાજ્યો વિસ્કોન્સિન, મિશિગન અને પેનિસિલ્વેનિયામાં મતોની ફેરગણતરીની માગણી કરી છે. જેમાંથી વિસ્કોન્સિનની ગણતરી શરૂ થઈ રહી છે.
ડેમોક્રેટિક પાર્ટીનાં હિલેરી ક્લિન્ટન પોપ્યુલર વોટ્સમાં રિપબ્લિકન ટ્રમ્પથી લગભગ 20 લાખ મતોથી આગળ રહ્યાં હતાં. આ આંકડો વધી પણ શકે છે કારણ કે કેલિફોર્નિયા સહિત કેટલાંક રાજ્યોમાં ગણતરી હજી પણ ચાલુ છે પરંતુ આ રાજ્યમાં હિલેરી જીત્યાં હોવાને કારણે રાજ્યના તમામ 55 ઇલેક્ટોરલ મતો હિલેરીને આપી દેવામાં આવ્યા છે. તેમ છતાં પણ કુલ ઇલેક્ટોરલ કોલેજના મતોને આધારે ટ્રમ્પે ભારે સરસાઇ મેળવી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં 15 રાજ્યોમાં પ્રચાર કર્યો હતો. જો હું ત્રણ કે ચાર જ રાજ્યોમાં પ્રચાર કરવા ફર્યો હોત તો મને ઇલેક્ટોરલ મતોને બદલે પોપ્યુલર મતો વધારે મળત.
ટ્રમ્પે જ્યાં આરોપ લગાવ્યો ત્યાં 72 મતોથી હાર્યા
ટ્રમ્પે વર્જિનિયા, ન્યુ હેમ્પશાયર અને કેલિફોર્નિયામાં લાખો ગેરકાયદેસર મતોનો આરોપ મૂક્યો છે. આ રાજ્યોમાં ઇલેક્ટોરલ કોલેજના કુલ 72 મતો દાવ ઉપર હતા. તે તમામ હિલેરીને મળ્યા છે. જો અહીં ફરીથી ગણતરી કે મતદાન થાય તો આ રાજ્યોમાં પણ ટ્રમ્પની જીત થઈ શકે છે.

કુલ પોપ્યુલર મતો કોને કેટલા મળ્યા

હિલેરી 64,156,255 (48 ટકા)
ટ્રમ્પ 62,238,425 (46.6 ટકા)
ઇલેક્ટોરલ કોલેજના મતોનું ગણિત
સત્તાવાર વોટિંગ 19 ડિસ.થશે)

કુલ મતો 538
જીતવા માટે જરૂરી 270

ટ્રમ્પ 290
હિલેરી 232
પરિણામ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા
અન્ય સમાચારો પણ છે...