તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકાના દલિતોના જમીન અને મકાન સરકાર પરત કરે: જિજ્ઞેશ મેવાણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: ઉના દલિત અત્યાચાર કાંડ બાદ રાજ્યમાં દલિતોના અધિકાર અને ન્યાય માટેનો સંઘર્ષ શરૂ થયો છે. ઉના લડતના આગેવાન જિજ્ઞેશ મેવાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની વિધિવત્ ઘોષણા કરવામાં આવી છે. મેવાણીએ જણાવ્યું કે આ મંચ દ્વારા દેશભરના દલિતો અને ભૂમિહીનો માટે ન્યાય અને અધિકારની લડાઈ લડવામાં આવશે જેનું નેતૃત્વ યુવાનોના હાથમાં રહેશે.
હજારો દલિતો ધોળકાની મામલતદાર કચેરીનો ઘેરાવ કરશે

મંચ દ્વારા લડાઈની શરૂઆત ધોળકા ખાતેથી આગામી 17 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ દિવસે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે ત્યારે હજારો દલિતો ધોળકાની મામલતદાર કચેરીનો ઘેરાવ કરશે. આ ઘેરાવ કરવા પાછળનું કારણ એ છે કે ધોળકાના સરોડા, બદરખા અને ત્રાસદ ગામના સેંકડો દલિતોને મળવાપાત્ર જમીન અને મકાન પર અન્ય લોકોને કબજો છે. તેથી અમારી માગણી છે કે સરકાર આ જમીન અને મકાન દલિતોને પરત અપાવે.
જમીનની માપણી કરીને તેનો કબજો દલિતોને સોંપી દેવો
તેણે જણાવ્યું કે 2006ની સાલમાં ધોળકાના સરોડા ગામના 60 દલિત પરિવારોને મહેસૂલ ખાતા દ્વારા 200 વીઘા જમીનની ફાળવણી કરવામાં આવી હતી. નિયમ પ્રમાણે ફાળવણી કરાયાના 90 દિવસમાં જમીનની માપણી કરીને તેનો કબજો દલિતોને સોંપી દેવો જોઈએ. સરોડાના 60 દલિત પરિવારોએ એનાયત કરાયેલી જમીનનો કબજો મેળવવા માટે અનેક આંદોલનો કર્યા, પોતાના લોહીનો અંગૂઠો મારીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કાગળો લખ્યા. છેવટે એવી પણ માગણી કરી કે સરકાર જો તેમને જમીન આપવાજ ન માગતી હોય તો દલિતોને ગામમાંથી નિકાલ બહાર કરે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો