રાજકારણમાં ‘રામ’કારણ:વોટધર્મ માટે ભાજપ-કોંગ્રેસે કરી વાણીવિલાસની હદપાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર- દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ હવે તેની ચરમસીમા તરફ જઈ રહ્યો છે. ચૂંટણીમાં રામ અને બાબરની વાતો આવી ગઈ, સાથે જ મોદીએ અયોધ્યા મુદ્દે કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો. બીજી બાજુ કપિલ સિબ્બલે ભગવાન રામમાં આસ્થા દર્શાવી તો સુન્ની બોર્ડે સત્તા બતાવી. આ બધા વચ્ચે ભાજપના નેતાઓએ રાહુલને બાબર-ખિલજીના સગાંવહાલા ગણાવ્યા, મૌલાના સાથે તુલના કરી. તેના જવાબમાં કોંગ્રેસે ભાજપને મંથરા ગણાવી. 

 

વોટધર્મ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓનાં નિવેદનો પણ બેફામ થતાં જાય છે. જાણે કે બધા નેતાઓ વચ્ચે વાણી વિલાસની હોડ લાગી છે. બધા માટે વોટધર્મ જ મહત્વનો બની ગયો છે.

 

ચૂંટણીના અંત સુધીમાં રામ... બાબર... ખિલજી... મૌલાના... મંથરાની એન્ટ્રી

-  ભાજપનાં (જૂનાં) ભજન કોંગ્રેસનાં (નવાં) કીર્તન

- મોદીએ પૂછ્યું- કોંગ્રેસ રામ મંદિર કેમ લટકાવવા માગે છે V/S સિબ્બલે કહ્યું- રામની મરજીથી બનશે મંદિર

 

સુન્ની બોર્ડનો U ટર્ન કેમ; સવારે હાજી મહેબૂબે કહ્યું  અમે સિબ્બલને સુનાવણી ટાળવા નહોતું કહ્યું, સાંજે જિલાણીના કહેવાથી ફેરવી તોળ્યું

 

રામ વિવાદને લઈ ભાજપ અને કોંગ્રેસે શુ કર્યા પ્રહારો જાણો આગળની સ્લાઈડ્સમાં 

અન્ય સમાચારો પણ છે...