વરસાદ બનશે વિઘ્ન: હેલિકોપ્ટર ન ઉડે તો PMને મોડાસા કેમ પહોંચાડવા, મુંઝવણમાં તત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર:  ગુજરાતમાં ચોમાસાનાં વરસાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ કાર્યક્રમો પાર પાડવા સરકારી તંત્રની કામગીરી કપરી બની ગઇ છે. રાજકોટમાં પીએમનાં કાર્યક્રમ સમયે વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો. ત્યારે હવે આજે વડાપ્રધાન ગાંધીનગર તથા મોડાસામાં હાજર રહેનારા છે. આવા સંજોગોમાં વરસાદ પડે અને વડાપ્રધાનનું હેલીકોપ્ટર ન ઉડી શકે તો શું કરવું ? તેવી મુંઝવણમાં તંત્ર મુકાઇ ગયુ છે. આવા સંજોગોમાં પોલીસ માટે પણ ગાંધીનગરથી મોડાસા સુધી રોડ બંદોબસ્ત ગમે તેમ કરીને કરવો પડે તેમ છે. ગુરૂવારે જ આકાશ કાળા ડીબાંગ વાદળોથી છવાઇ જતા તંત્ર માટે આ ચિંતાનાં વાદળો બન્યા છે.

તાત્કાલિક ગાંધીનગરથી મોડાસા સુધીનો રોડ બંદોબસ્ત ગોઠવાશે

વડાપ્રધાન ગુરૂવારે રાત્રે વડાપ્રધાન રાજકોટથી ગાંધીનગર રાજભવન પહોચી રાત્રી રોકાણ કર્યા બાદ શુક્રવારે સવારે 9 વાગ્યાનાં અરસામાં સચિવાલય સ્થિત હેલીપેડથી હેલીકોપ્ટર માફરતે મોડાસા જવાનાં હોવાનું શેડ્યુઅલ નક્કી છે. મોડાસામાં કરોડોનાં ખર્ચે તૈયાર કરાયેલી વિવિધ વિકાસ યોજનાનું લોકાપર્ણ કરવાનાં છે. વડાપ્રધાનનાં આ શેડયુઅલ તથા રૂટ પ્રમાણે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ માર્ગો અને સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સરકારનાં જવાબદાર અધિકારીઓએ પણ પડેપગે છે. પરંતુ વરસાદની નિર્માણ થયેલી સ્થિતી બાદ પોલીસ સહિતનાં જવાબદાર તંત્રની ચિંતા વધી ગઇ છે.
 
તંત્ર મુંઝવણમાં
 
શુક્રવારે જ વરસાદ શરૂ થઇ જાય તો ગાંધીનગરથી વડાપ્રધાનનું હેલીકોપ્ટર ઉડી ન શકે અને રોડ માર્ગે વડાપ્રધાનને મોડાસા-અરવલ્લી લઇ જવા પડે. પરંતુ પીએમનાં શેડ્યુલમાં આ બાબતની તૈયારી તો નહોતી. પોલીસ દ્વારા ગાંધીનગરમાં જ પીએમ તથા કાર્યક્રમની સુરક્ષા માટે 3 હજારથી વધુ પોલીસ બોલાવાઇ છે. જે તમામને ચોક્કસ જવાબદારી સોપી દેવામાં આવી છે. આ સંજોગોમાં વડાપ્રધાનને રોડ માર્ગે મોડાસા લઇ જવાની સ્થિતી નિર્માણ થાય તો તાત્કાલિક ધોરણે સઘન રોડ બંદોબસ્ત ગોઠવવો પડે. તાત્કાલિક રોડ બંદોબસ્ત માટે વધારાની પોલીસ લાવવી કયાંથી ? હાલનો બંદોબસ્ત તુટે તો ફરી વડાપ્રધાન ગાંધીનગરમાં આવે તે પહેલા વ્યવસ્થિત ગોઠવવો કઇ રીતે જેવા સવાલો સાથે પોલીસ તંત્ર તથા જવાબદાર અધિકારીઓની ચિંતા વધી ગઇ છે. જો કે આ બાબતની મથામણ ગુરૂવારે બપોર બાદ ગાંધીનગરનાં આકાશે કાળા ડીંબાગ વાદળો સાથે કડાકા ભડાકા શરૂ થતા જ શરૂ થઇ ગઇ હતી. ત્યારે તંત્ર દ્વારા આવુ થાય તો પણ પહોચી વળવા તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે.
અન્ય સમાચારો પણ છે...