તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદરવાની મધ્યે મેઘમહેર: ગાંધીનગરમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: એક પખવાડિયાના વિરામ બાદ રવિવારે સમી સાંજે મેઘસવારી આવી પહોંચી હતી. જેમાં ભાદરવાના તાપથી અકળાઇ ગયેલા નાગરિકો ભીના થતા રાહત અનુભવી હતી. કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગર જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. જેમાં માણસાના લોકો ઉપર સૌથી વધુ મેઘરાજા મહેરબાન થતા પાણી નેવા બહાર કાઢી નાખ્યા હતાં. વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં આવી ગયો હતો. મરણ પથારીએ પડેલા પાકને નવ જીવન આપ્યું હતું.
રાજ્યભરમાં છેલ્લા પંદર દિવસથી વરસાદનુ ટીપુંય પડ્યુ ન હતુ઼. ત્યારે નાગરિકો અને ખેડૂતો ચિંતિત બની ગયા હતાં. બે દિવસથી વાતાવરણમાં ભારે બફારો થતો હતો અને લોકો વૈશાખમાં પડતા કપરા તાપ જેવો અનુભવ કરતા હતાં. મહત્તમ તાપમાન 25થી લઇને 35 ડીગ્રી સુધી પહોંચ્યું હતું. રવિવારે સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળતો હતો. વાદળો સંતાકુકડી કરતા હતાં અને ગરમી પણ અકળાવતી હતી. ગાંધીનગર જિલ્લામાં સમી સાંજે અકળાતા નાગરિકોની વ્હારે મેઘરાજા આવ્યા હતાં અને વાદળોની ગર્જના સાથે ઝાપટા નાખ્યા હતાં. ગાંધીનગર જિલ્લામાં તથા દહેગામ અને કલોલમાં ઝાપટા નાખી લોકોને ખુશ કર્યા હતાં. જ્યારે માણસા પંથકમાં નેવા બહાર પાણી કાઢી નાખ્યા હતાં. જ્યારે સતત ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...