તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાઘવજી પટેલને ભાજપની ઓફર, કોંગ્રેસી નેતાગીરીને મનાવી લેવાની હજી આશા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર:  કોંગ્રેસના જામનગર ગ્રામ્યની બેઠકથી ધારાસભ્ય રાઘવજી પટેલને ભાજપનો ભગવો ધારણ કરવાથી રોકવા માટે કોંગ્રેસમાં રઘવાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે, રાઘવજી પટેલને મનાવી લેવાશે. તેઓ કોંગ્રેસની વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા છે અને તેમના જે કંઈ પ્રશ્નો હશે તેનું સમાધાન કરાશે. પરંતુ કોઈ પણ રીતે તેમને કોંગ્રેસ છોડી જતા રોકવામાં આવશે.
 
રાઘવજી પટેલનું કોંગ્રેસ માટે સૌરાષ્ટ્ર અને પાટીદાર ફેક્ટરને લઈને ખૂબ મહત્વ છે. જામનગર જિલ્લામાં સાત વિધાનસભા બેઠકો આવે છે. જેમાંથી જામનગર શહેરની બે પૈકી એક અને ગ્રામ્યની પાંચ પૈકી એક બેઠક કોંગ્રેસ પાસે છે. મતલબ કે કુલ સાતમાંથી ફક્ત બે બેઠકો જ કોંગ્રેસ પાસે છે.  આ સ્થિતિમાં જો રાઘવજી પટેલ ભાજપમાં જતા રહે તો પછી જામનગર જિલ્લામાં કોંગ્રેસ પાસે ફક્ત એક જ બેઠક બચે છે જેનાં પર જામનગર  શહેરની ઉત્તરની બેઠકથી ધર્મેન્દ્રસિંહ જાડેજા ચૂંટાયેલા છે. 
 
આગળ વાંચો, રાઘવજી પટેલ કોંગ્રેસ છોડવા તૈયાર ન હતા
અન્ય સમાચારો પણ છે...