તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંગણવાડી સરકારની જવાબદારી છે, નગરસેવકોની ગ્રાન્ટ વાપરવાનો વિરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : નગરસેવકોને સરકાર તરફથી ચૂકવવામાં આવતી વાર્ષિક રૂપિયા 7 લાખની ગ્રાન્ટમાંથી માત્ર વોટર કુલર અને આરઓ પ્લાન્ટ લગાડવા અને તે પણ માત્ર આંગણવાડી, હેલ્થ સેન્ટર અને બગીચા તથા રજીસ્ટર્ડ સંસ્થાઓ હોય ત્યાં લગાડવા માટે સ્થાયી સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયનો કોંગ્રેસના 15 સભ્યોએ વ્યાપક વિરોધ કર્યો છે અને આ મુદ્દે મેયર તથા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉગ્ર રજુઆત કરતાં કહ્યુ હતું કે આંગણવાડી અને હેલ્થ સેન્ટરમાં સુવિધાઓ આપવાની જવાબદારી સરકારની છે. તેમાં નગરસેવકોની ગ્રાન્ટના પૈસા વાપરવા ન જોઇએ અને તે રકમમાંથી શું કામ કરવા તે નક્કી કરવા માટે સર્વપક્ષી બેઠક બોલાવવી જોઇએ.

કોંગ્રેસના કોર્પોરેટરોએ ગ્રાન્ટના ઉપયોગ સંદર્ભે મેયર અને કમિશનરને કરી રજૂઆત

મહાપાલિકામાં કોંગ્રેસના આગેવાન શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું કે કોર્પેરોટરની ગ્રાન્ટના નાણામાંથી બાંકડા મુકવામાં ન આવે તો ઠીક છે. પરંતુ મહાપાલિકા વિસ્તારમાં હજુ ઘણા સ્થળ એવા છે જ્યાં યોગ્ય સ્ટ્રીટ લાઇટ નથી. તેમણે કહ્યું કે આંગણવાડી અને હેલ્થ સેન્ટરમાં માળખાકીય સુવિધાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તેની જવાબદારી સરકારની છે. તો મહાપાલિકા વિસ્તારના રહેવાસીઓને મળવાપાત્ર સુવિધાના ભોગે સ્માર્ટ આંગણવાડી અને સ્માર્ટ હેલ્થ સેન્ટર બનાવવાની વાત કોઇ રીતે ન્યાય સુસંગત નથી.
કોંગ્રેસના 15 સભ્યોએ સર્વપક્ષીય બેઠક બોલાવવા માગ કરી

મહાપાલિકા વિસ્તારમાં લોક સુવિધા માટેના અન્ય કામ નિર્ધારિત કરી દેવા જોઇએ. તે સંબંધે કોંગ્રેસના સભ્યો દ્વારા કરાયેલી ઉગ્ર રજૂઆતોને પણ મેયર પ્રવિણભાઇ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ શાંતીપૂર્વક સાંભળી હતી અને ગ્રાન્ટમાંથી અન્ય શુ કામો કરવા જોઇએ તેની વિગતવારની રજૂઆત આપવા માટે કહ્યુ હતું. જો કે આ નિર્ણય લેવા માટે સઘન ચર્ચા કરવા અને તેના માટે સર્વપક્ષી બેઠક બોલાવવાની માગણી કોંગ્રેસના સભ્યો તરફથી સતત દોહરાવી હતી. જો કે સર્વપક્ષી બેઠક બોલાવવા સંબંધે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો