પેથાપુર જૈન સંઘ: તપસ્વીઓનો વાજતે-ગાજતે વરઘોડો નીકળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: પેથાપુર ગામના જૈનસંઘમાં રવિવારે સવારે ચાતુર્માસ અર્થે બિરાજમાન જૈનાચાર્ય વાત્સલ્યદિપ સુરીશ્વરજીની નિશ્રામાં પર્યુષણ પર્વ દરમિયાન થયેલી તપશ્ચર્યા નિમિત્તે શોભાયાત્રા અને વરઘોડાનું આયોજન કરાયુ હતું. વાજતે-ગાજતે રથયાત્રીઓ સાથે વરઘોડો ગામમાં ફરીને નિજ સ્થળે પરત ફર્યો હતો. જેમાં તપશ્ચર્યા કરનાર 13 તપસ્વીઓ શોભાયાત્રામાં જોડાયા હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન અને જૈનેતર ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.
જૈનાચાર્ય વાત્સલ્યદિપ સુરીશ્વરના હસ્તે લિખિત પુસ્તક ‘જૈનધર્મ’નું રોહિતભાઇ અગરબત્તીવાળા અને પેથાપુર નગપાલિકાના પ્રમુખ રણજીતસિંહ વાઘેલાના હસ્તે વિમોચન કરાયુ હતું. પુસ્તકમાં જૈન ધર્મનો પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રસંગે પર્યુષણમાં તપશ્ચર્યા કરનાર 13 તપસ્વીઓનું પણ પ્રથમવાર સન્માન કરાયુ હતું. ઉપરાંત નગરપાલિકા દ્વારા જૈનાચાર્યને પેથાપુરમાં ચાતુર્માસ બિરાજવા માટે સન્માનપત્ર અપાયુ હતું. આ પ્રસંગે ડૉ. આંબેડકર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. યોગેન્દ્રભાઇ પારેખ અને ડૉ મૌનસભાઇ ઠાકરે ઉપસ્થિત રહીને પ્રવચન આપ્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...