તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનગી કંપનીના કર્મીઓએ પણ કાયમીની માગ સાથે માંડ્યો મોરચો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ રાજ્યમાં પગાર વધારાની અને કાયમી કરવાની માંગણી અત્યાર સુધી સરકારમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મીઓ દ્વારા કરવામા આવી છે. ત્યારે હવે ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મીઓએ કંપની મેનેજમેન્ટ સામે મોરચો માંડ્યો છે. શહેરની કલ્પતરૂ કંપનીમાં નોકરી કરતા 1500 હંગામી કર્મીઓએ કાયમી અને પગાર વધારાની માંગને મુદ્દે સેક્ટર 28 ગાર્ડનમાં બેઠક યોજી હતી અને અંતિમક્ષણ સુધી લડત આપવાનો નિર્ણય કર્યો હતો.

શહેરના સેક્ટર 28 અને 25માં આવેલી કલ્પતરૂ પાવર સ્ટેશનમાં નોકરી કરતા હંગામી કર્મચારીઓએ કાયમી નોકરી સાથે પગાર વધારાની માંગણી કરી છે. આ મુદ્દે કંપનીના 1500 કર્મચારીઓએ સેક્ટર 28 ગાર્ડનમાં એક બેઠક યોજી રણનીતિ નક્કી કરી હતી. પગાર વધારાને લઇને મોરચો શરૂ કરનાર કર્મચારીએ ઠાકોર સેનાના અગ્રણી સુરભા ઠાકોરનો સંપર્ક કર્યો હતો. સુરભાએ આ બાબતે કહ્યુ કે કંપનીમાં નોકરી કરતા હંગામી કર્મચારીઓ દ્વારા કંપની મેનેજમેન્ટ સાથે અનેકવાર પગાર વધારા અને કાયમી નોકરીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ મેનેજમેન્ટ આ બાબતે મગનુ નામ મરી પાડતુ ન હતુ઼. તાજેતરમા સેક્ટર 28 ગાર્ડમાં બેઠક યોજી રણનીતિ નક્કી કરી હતી અને છેલ્લે સુધી લડત આપવાનો નિર્ણય કર્યો હતો. માંગણી નહીં સંતોષાય તો હડતાલ પાડી કામ બંધ કરવા સુધીનો નિર્ણય કરાશે.  
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો