તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરની 193 ગ્રામ પંચાયતમાં વર્ષના અંતમાં ચૂંટણીની તૈયારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રથમ તબક્કાના આયોજન માટે જિલ્લા તંત્રોને સુચના અપાયાના પગલે ગાંધીનગર જિલ્લામાં 193 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવા માટે કલેક્ટર તંત્ર હરકતમાં આવી ગયું છે. જો કે ચૂંટણીઓ આગામી ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવશે. પરંતુ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા તેના માટે સજ્જ થવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. ચૂંટણીમાં ગ્રામ્ય મતદારે સરપંચ અને સભ્ય માટે એમ 2 મત આપવાના થશે.

મતદારે સરપંચ અને સભ્ય માટે એમ 2 મત આપવાના થશે

ઇન્ચાર્જ કલેક્ટર વી જી કાલરિયાએ આ સંબંધે જણાવ્યું કે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું સંપૂર્ણ આયોજન જિલ્લા કક્ષાએથી કરવાનું થાય છે. ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે. પરિણામે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણી સ્ટાફ માટે જરૂરી અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવી, ચૂંટણીની તારીખો જાહેર કરવી, મતદાન કેન્દ્રો નિયત કરવા, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વ્યવસ્થા અને ચકાસણી કરવી, અવિલોપ્ય શાહિ અને જરૂરૂ ચૂંટણી સાહિત્યની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેના માટે જરૂરી પગલા લેવા વિગેરે તમામ બાબતો જિલ્લા કલેક્ટર દ્વારા જોવામાં આવશે.

દહેગામમાં 86, ગાંધીનગરમાં 68, માણસામાં 25,કલોલના 14 ગામમાં ચૂંટણી યોજાશે

ગાંધીનગર જિલ્લામાં પ્રથમ તબક્કે યોજાનાર 193 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ દહેગામ તાલુકાની 86 ગ્રામ પંચાયતનો સમાવેશ થશે. જ્યારે ગાંધીનગર તાલુકાની 68 ગ્રામ પંચાયત, માણસા તાલુકાની 25 ગ્રામ પંચાયત અને કલોલ તાલુકાની 14 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધે જાહેરનામા બહાર પાડવાને હજુ ઘણી વાર છે. પરંતુ જિલ્લા તંત્રની ચૂંટણી શાખાને મતદાર યાદીઓ અદ્યતન કરવા માટે સુચના આપી દેવામાં આવી છે, જેના પગલે આગામી દિવસોમાં અધિકારીઓની બેઠકનું આયોજન કરીને તેમની પાસેથી માહિતી મેળવવામાં આવશે.

ચૂંટણીમાં 2, 200 ઇવીએમ ઉપયોગમાં લેવાશે
ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે ગ્રામ પંચાયત દિઠ સરેરાશ 10 જેટલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જરૂરત પડવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. તે પ્રમાણે 2 હજાર વોટિંગ મશિનની જોઇશે. પરંતુ કોઇ ઇવીએમમાં ખોટકો પડે તો તેને બદલાવી શકાય તેના માટે 10 ટકા ઇવીએમ અનામત રખાશે. મતલબ કે 2,200 જેટલા ઇવીએમ તૈયાર કરવામાં આવશે.

સમરસ ગામ માટે સરકાર જોર લગાવશે
જે ગામમાં ચૂંટણી ન યોજાય અને સર્વાનુમતે સરપંચ અને સભ્યોની પસંદગી કરવામાં આવે તેવા ગામને સમરસ ગામ જાહેર કરવામાં આવે છે. સરકાર તરફથી સમરસ ગામને માળખાકીય સુવિધાઓના કામ માટે વધારાની નિયત ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પરિણામે સરકાર તરફથી પણ વધુમાં વધુ ગામ સમરસ બને તેના માટે જોર લગાડવામાં આવતું હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો