અમિત શાહને વધાવવા 1 લાખ કાર્યકરો એકઠા થશે,બ્રીજ પર લાગ્યા ઝંડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશમાં ભાજપને ભવ્ય વિજય અપાવ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પ્રથમ વાર ગુજરાત આવે છે. શાહને વધાવી લેવા બુધવારે બપોરે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપના કાર્યકરોનું વિજય વિશ્વાસ સંમેલન યોજાશે જેમાં 1 લાખથી વધારે કાર્યકરોને ઉપસ્થિત રાખીને રાજ્યમાં ચૂંટણીનું વાતાવરણ બાંધવાની શરૂઆત કરાશે.

આ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે, અમિત શાહનું એરપોર્ટ પર યુવા મોરચા દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. ત્યાર બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમિત શાહ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા ભાજપના બુથ લેવલના કાર્યકરોને માર્ગદર્શન આપશે. આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા તેમજ મહાનગરના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
આગળ જુઓ, વધુ તસવીરો
 
અન્ય સમાચારો પણ છે...