મોદીએ પોતાના જન્મદિવસે જ લોકશાહીની હત્યા કરી : આપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : વડાપ્રધાન મોદીના 67માં જન્મદિવસ પ્રસંગે ખુદ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પાટીદાર અને દલિત આંદોલનકારીઓને રાજ્યભરમાંથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમ જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની પણ અટકાયત કરાઈ હતી. ‘આપ’એ આકરી ટીકા કરતા જણાવ્યું કે ‘પોતાના જન્મદિવસે પોતાના રાજ્યના જ નાગરિકોને મોટી સંખ્યામાં જેલમાં ગોંધી રાખીને ઉજવણી કરી અને પોતાની વાહવાહી કરાવવા એ શું દેશના વડાપ્રધાનને શોભે તેવું વર્તન છે’

પાટીદાર, દલિત આંદોલનકારીઓ, કોંગ્રેસ અને ‘આપ’ના કાર્યકરોની મોટે પાયે અટકાયત

‘આપ’ના મીડિયા સેલ તરફથી જણાવાયું છે કે પાર્ટી વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ આપે છે, પરંતુ જે રીતે તેમના પ્રવાસ દરમિયાન રાજ્યમાં લોકશાહીની હત્યા કરાઈ છે તેનો ઉગ્ર વિરોધ કરે છે. વડાપ્રધાન મોદીના આગમન પહેલાં જ રાજ્યના દલિત અને પાટીદાર આગેવાનો તેમજ ‘આપ’ અને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ ડિટેઇન કરી લે છે જેથી મોદીના કાર્યક્રમ સમયે કોઈ વિરોધ પ્રગટ ન કરી શકે અને ભાજપ પ્રત્યેનો લોકોનો આક્રોશ ખુલ્લો ન પડી જાય. દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણીની એરપોર્ટ પરથી જ અટકાયત કરી લેવાય તો રેશમા પટેલ સહિત પાટીદાર આંદોલનના 400 આગેવાનો, કાર્યકરોની પણ રાજ્યવ્યાપી અટકાયતો કરવામાં આવે.

‘આપ’ના લીમખેડા વિધાનસભાના મહિલા ઈન્ચાર્જ પાર્વતીબેનના ઘરે આગલી સાંજે મોટી સંખ્યામાં પોલીસ અધિકારી પહોંચ્યા હતા અને તેમના ઘરની તપાસ કરીને પાર્ટીના બેનર, પોસ્ટર, ટોપીઓ અને અન્ય પ્રચાર સામગ્રીઓ કબજે કર્યા હતા. સુરતના ‘આપ’ના કોર્ડીનેટર યોગશ જાધવાણી અને કાર્યકર શેખભાઈને પણ સુરત પોલીસે વિના કારણ ડિટેઈન કરી લીધા હતા. આ સ્થિતિમાં જનતાના મનમાં સવાલ ઊઠે કે પીએમ શું ખરેખર સંવેદનશીલ છે.
અન્ય સમાચારો પણ છે...