તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિનાના અંતે પીએમ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે, રાજકોટમાં રોડ શો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: આગામી 29-30 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યાં છે. 2017ના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 150થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે અર્બન, રૂરલ તથા ગુજરાતના ચારેય ખૂણે વિશાળ જનમેદની સંબોધી ચૂક્યાં છે. ઓગસ્ટ 2016થી જૂન 2017 એટલે કે 11 મહિનામાં મોદીની આ 10મી મુલાકાત હશે. ત્યારે 11 મહિનાના સરેરાશ 330 દિવસ પ્રમાણે જોઇએ તો દર 33માં દિવસે મોદી ગુજરાતમાં હોય છે.
 
2017માં મોદીની પાંચ મુલાકાત
 
29-30 જૂન : આ મહિનાના અંતમાં મોદી ફરી ગુજરાત આવી રહ્યાં છે. તેઓ સવારે 10 વાગ્યે અમદાવાદના સાબરમતી આશ્રમમાં શ્રીમદ રાજચન્દ્રની ટપાલ ટીકીટ તેમજ સોનાના સિક્કાનું અનાવરણ કરશે. સાંજે ચાર વાગ્યે રાજકોટ ખાતે દિવ્યાંગોને જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરશે. સાંજ છ વાગ્યે ‘સૌની યોજના’’ અંતરગ્ત આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા, ત્યાર બાદ રેસકોર્સ મેદાન ખાતે વિશાળ જાહેરસભાને સંબોધન. જાહેરસભા બાદ રાજકોટ ખાતે રોડ શો.
 
9-10 જાન્યુઆરી: વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા આવેલા મોદીએ સમિટના ઉદ્ધાટનની સાથે ગાંધીનગર રેલવે સ્ટેશન અને ગિફ્ટ સિટી તથા સાયન્સ સિટી ખાતે નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિકો સાથે વાટાઘાટો કરી હતી.
 
7-8 માર્ચ : સુરત ખાતે દહેજ ઓપેલ પાર્કની મુલાકાત. ભરૂચના કેબલ બ્રિજનું લોકાર્પણ કરી ગાંધીનગર આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આયોજીત ભોજન સમારોહમાં હાજરી આપી રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે મહિલા દિવસ નિમિત્તે મહાત્મા મંદિરમાં મહિલા સરપંચોને સંબોધી હતી.
 
16-17 એપ્રિલ: સુરત ખાતે હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યા બાદ મેગા રોડ શો કર્યો હતો. મોદીએ બોટાદની મુલાકાત લઈને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી સૌની યોજાનાનું ઉદ્ઘાટન કર્યું હતું.
 
22-23 મે: મોદી કચ્છમાં 1 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકની એજીએમમાં હાજરી આપશે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, 2016માં મોદીની પાંચ ગુજરાત મુલાકાતો...
અન્ય સમાચારો પણ છે...