- હાર્દિક સામે રાજદ્રોહનો ગુનો નોંધો: હવે હાઈકોર્ટ સમક્ષ ધા
- પોલીસ, સરકારે દાદ ન આપતાં હાઈકોર્ટમાં પિટિશન થઈ
- ઉશ્કેરણીજનક ભાષણો અને તોડફોડ માટે હાર્દિકને જવાબદાર ઠેરવવા માંગ
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલનની અમદાવાદની રેલી બાદ થયેલા હિંસક તોફાનો અને જાનમાલને થયેલા નુકસાન માટે આંદોલનના સૂત્રધાર હાર્દિક પટેલને જવાબદાર ઠેરવી તેની સામે રાજદ્રોહનો પણ ગુનો નોંધવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેના પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.ગાંધીધામના નરેન્દ્ર ગઢવી વતી તેમના એડ્વોકેટ આર કે રાજપૂતે હાઈકોર્ટમાં બુધવારે આ પ્રકારની માંગ સાથેની પિટિશન ફાઈલ કરી છે.
આ અંગે વિગતો આપતાં નરેન્દ્ર ગઢવીએ કહ્યું હતું કે, અગાઉ અમે વસ્ત્રાપુર પોલીસ મથકમાં પહેલીવાર આ માંગ સાથે અરજી આપી હતી, પરંતુ પોલીસ આ પ્રકારનો ગુનો નોંધવાની સત્તા ન હોવાનું કહી ફરિયાદ લીધી નહોતી. ત્યાર બાદ ગૃહરાજ્યમંત્રી રજની પટેલ અને ત્યાર બાદ પ્રવક્તા મંત્રી નીતિન પટેલ સમક્ષ હાર્દિક પટેલ સામે સરકારે આ ગુનો નોંધવો જોઈએ તેવી રજૂઆત કરી હતી.
હાર્દિક પટેલે વિવિધ સ્થળોએ સભાઓ યોજી ઉશ્કેરણીજનક ભાષણો કર્યા. છેવટે અમદાવાદમાં 25મી ઓગસ્ટે મહાસભા બાદ હિંસક તોફાનો થયા. જેમાં નવ લોકોના મૃત્યુ થયા અને કરોડો રૂપિયાની મિલકતોને નુકસાન થયું. આ માટે હાર્દિકને જવાબદાર ઠેરવી તેની સામે રાજદ્રોહ સહિતના ગુના નોંધવા સરકારને આદેશ આપવાની માંગ કરાઈ છે.
આગળ વાંચો સરકાર હાર્દિકને ફરી વાટાઘાટો માટે બોલાવશે...