તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરના 10 ગામમાં પ્રોપર્ટી કાર્ડ આપવાનો પાયલોટ પ્રોજેક્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં તો પ્રોપર્ટી કાર્ડ આપવાની યોજના લાંબા સમયથી ચાલી રહી છે. હવે ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ આપવાની યોજના હાથ ધરવામાં આવશે. તેના માટે રાજ્યમાં 300 ગામડાની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગાંધીનગર તાલુકાના 10 ગામડામાં પણ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ સંબંધિ કામગીરી ખાનગી પેઢીને સોંપી દેવામાં આવતા પેઢી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રોપર્ટી કાર્ડ મળવાના પગલે મિલકતધારકોએ તેમની મિલકતના અનેકવિધ દસ્તાવેજની મોટી ફાઇલ રાખવામાંથી છૂટકારો મળી જશે.
તમામ માહિતી ATM જેવા કાર્ડ બનાવીને ચીપમાં સંગ્રહિત કરાશે

સિટી સરવે કચેરીના સુત્રોના જણાવવા પ્રમાણે ગાંધીનગર આસપાસના કોબા, રાયસણ, પાલજ, વાસણ સહિતના ગામોની પસંદગી પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવી છે.
આ ગામડાઓમાં આવેલી તમામ ખાનગી મિલકતના દરેક પુરાવા અને નોંધની માહિતી મેળવીને તેને ચોક્કસ ફોર્મેટમાં એક સાથે મૂકી દેવામાં આવશે અને તે તમામ માહિતીનું પત્રક એટીએમ કાર્ડ જેવડા પ્રોપર્ટી કાર્ડમાં રહેલી ચીપમાં સંગ્રહિત કરી દેવામાં આવશે. પરિણામે મિલકતધારકે તેની મિલકતની દસ્તાવેજી ફાઇલના બદલે માત્ર એક કાર્ડ સાચવવાનું રહેશે.

દસ્તાવેજની મોટી ફાઇલ રાખવાથી મળશે છૂટકારો

સેટલમેન્ટ કમિશનર કચેરી દ્વારા આ પ્રોજેક્ટને અમલી કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ દરેક મિલકતના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે તેનાથી મિલકતધારકને તો તેની મિલકતની સતાવાર ઓળખ મળવાનો ફાયદો થવાનો જ છે. તેની સાથે સરકારને પણ મિલકત વેરા સંબંધિ આવક મેળવવા માટે નવા સોર્સ મળી રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં મિલકત વેરાના દર પણ ખૂબ ઓછા હોવાથી પ્રોપર્ટી કાર્ડ મળવા જેવી મોટી સુવિધા સામે મિલકત ધારકોએ વેરો ભરવામાં કોઇ વાંધો દર્શાવે તેવી સ્થિતિ નહીં આવે. કેમ કે ગ્રામ પંચાયતો દ્વારા પણ ઉચ્ચક વેરો વસૂલવામાં આવતો હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો