તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાશ્મીર-અમરનાથ જતા યાત્રિકોના રજિસ્ટ્રેશનની કાયમી વ્યવસ્થા માટે કવાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: જમ્મુ- કાશ્મીર અને અમરનાથ જેવા દુર્ગમ સ્થળે ધાર્મિક પ્રવાસ કે ફરવા માટે જતાં ગુજરાતી પ્રવાસીઓનો તમામ રેકોર્ડ અને તેમની ટૂર દરમિયાન પણ કોઇપણ સ્થળે તેઓને ટ્રેક કરી શકાય, ઇમરજન્સીમાં રાહત- બચાવનાં પગલાં ભરી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકાર દ્વારા કવાયત શરૂ કરાઇ છે.

ગૃહ વિભાગ દ્વારા આ મામલે બેઠક બોલાવીને પ્રાથમિક વિચારણા હાથ ધરાઈ છે. સોમવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રિકો પરના આતંકી હુમલા બાદ પ્રવાસીઓની માહિતી મેળવવામાં રાજ્ય સરકારને મુશ્કેલી પડી હતી.

વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા પૂરમાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા ત્યારે પણ રાજ્ય સરકારને માહિતી એકત્ર કરવામાં મુશ્કેલી પડી હતી. એ વખતે તમામ ટૂર ઓપરેટરને પ્રવાસીઓના નામ, સરનામા, વાહનના નંબર સાથેની વિગતો સાથે કલેક્ટર કચેરીમાં રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપી હતી પરંતુ તેનું પાલન થયું ન હતું. 

હવે આ માટેની કાયમી વ્યવસ્થા ગોઠવવાનું વિચારાઇ રહ્યું છે. ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ, રેલવે અને એર એજન્સી સાથે સંકલન કરી જમ્મુ કાશ્મીર અને અમરનાથ સહિતના દુર્ગમ સ્થળોએ જતા ગુજરાતીઓની માહિતી સ્થાનિક વહીવટી તંત્ર- પોલીસ પાસે રહે તે પ્રકારનું કાયમી માળખું ગોઠવાશે.
અન્ય સમાચારો પણ છે...