પરષોત્તમ સોલંકીની મિલકત 45 કરોડ, 5 વર્ષમાં 8.38 કરોડ વધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત 7 કેબિનેટ મંત્રી અને 16 રાજ્યકક્ષાના મંત્રીની આવકથી માંડીને ક્રિમિનલ કેસોનું ઍસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ વિશ્લેષણ કર્યું હતું. તે અનુસાર આ ચૂંટણીમાં ઉમેદવારી કરનારા 20 મંત્રીના અગાઉનાં અને અત્યારનાં સોંગદનામાંમાં દર્શાવેલી મિલકતોની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.

 

ચાર મંત્રીની મિલકત ઘટી

 

4 મંત્રી નીતિન પટેલ, બાબુભાઈ બોખીરિયા, પ્રદિપસિંહ જાડેજા તથા કેશાજી ચૌહાણની 2012ની સરખામણીમાં કુલ મિલકતમાં આ વખતે કરેલા સોગંદનામાં અનુસાર ઘટાડો દેખાયો છે.

 

મુખ્યમંત્રીની મિલકત 1.58 કરોડ, જયેશ રાદરિયાની મિલકતમાં 13 કરોડનો વધારો થયો

 

મંત્રીનું નામ 2012 2017
પરષોત્તમ સોંલકી 37.61 કરોડ 45.99 કરોડ
જયેશ રાદડિયા 14.75 કરોડ 28.44 કરોડ
બાબુ બોખિરીયા 19.32 કરોડ 14.80 કરોડ
જશાભાઇ બારડ 6.43 કરોડ 6.67 કરોડ
ચીમનભાઇ સાપરિયા 2.70 કરોડ 4.92 કરોડ
ગણપત વસાવા 60 લાખ 3.11 કરોડ
આત્મારામ પરમાર 1.54 કરોડ 1.87 કરોડ
શબ્દશરણ તડવી 23 લાખ 55 લાખ
ઈશ્વરસિંહ પટેલ 2.37 કરોડ 2.88 કરોડ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 6.64 કરોડ 8.23 કરોડ
વલ્લભ કાકડિયા 28.53 કરોડ 35.38 કરોડ
રાજેન્દ્ર ત્રિવેદી 6.20 કરોડ 6.74 કરોડ
શંકર ચૌધરી 4.97 કરોડ 5.69 કરોડ
દિલીપ ઠાકોર 4.73 કરોડ 6.18 કરોડ
જયદ્રથસિંહ પરમાર 3.21 કરોડ 3.72 કરોડ
પ્રદીપસિંહ જાડેજા 2.95 કરોડ 2.95 કરોડ
કેશાજી ચૌહાણ 42 લાખ 35 લાખ
બચુ ખાબડ 25 લાખ 35 લાખ

 

અન્ય સમાચારો પણ છે...