તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાન જેલમાં ગુજરાતી માછીમારોને અડધું ભોજન અને બમણું કામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : જમ્મુ-કાશમીરના ઉરીમાં લશ્કરી થાણા ઉપર થયેલા આતંકવાદી હૂમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ઉભો થયો છે ત્યારે પાકિસ્તાને પોતાની જેલમાં કેદ નિર્દોષ ભારતીય-ગુજરાતી માછીમારો ઉપર દમન ગુઝારીને દાઝ કાઢવાનો પ્રયાસ કરાઇ રહ્યો હોવાની આપવીતી જેલમાં બંધ માછીમારોએ સંસ્થાને પત્ર લખીને વર્ણવી છે. માછીમારોને પાકિસ્તાનની જેલમાં અપાતી યાતનામાંથી મૂક્ત કરવા માટે હવે વડાપ્રધાનને રજૂઆત કરાશે.

જેલમાં બંધ માછીમારોએ દમનમાંથી મુક્ત કરાવવા પત્ર લખ્યો

માછીમારોના ઉત્થાન માટે કામ કરતી ગુજરાત સરકાર હસ્તકની સંસ્થા ગુજરાત ફીશરીઝ સેન્ટ્રલ કોર્પોરેશનના ચેરમેન વી.કે.મસાણીએ જણાવ્યું કે, હાલ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 467 જેટલા માછીમારો કેદ છે. પાકિસ્તાનની જેલમાંથી કેટલાક કેદીઓએ અમને પત્ર લખીને જેલમાં દમન ગુજરાતો હોવાની આપવીતી રજૂ કરી છે. માછીમારોને તેમના નિયમ પ્રમાણે અપાતા કામ કરતા બમણું કામ કરાવાય છે.

આગળ વાંચો બે દેશો વચ્ચેના તણાવની દાઝ પાક. કેદીઓ પર કાઢી રહ્યું છે
અન્ય સમાચારો પણ છે...