તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર: PAASના કન્વિનર દિનેશ બાંભણીયાની પોલીસે કરી ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર દિનેશ બાંભણીયાની આજે ગાંધીનગર પોલીસ ધરપકડ કરી હતી. પાટીદાર આંદોલન બાદના હિંસક તોફાનોમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે બાયડના તેનપુર ખાતે મંજૂરી વિના સભા સંબોધી હતી જે અંગે હાર્દિક પટેલ સહિતના સાથીદારો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદના અનુસાર પોલીસે આજે દિનેશની ગાંધીનગરમાં આવેલા નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.

શું હતી ઘટના

બાયડ નજીક તેનપુર ગામે મંજૂરી વગર યોજાયેલી શ્રદ્ધાંજલી સભામાં પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિના કન્વીનર હાર્દિક પટેલે હાજર આપી સંબોધન કર્યુ હતું. સભામાં ઉશ્કેરીજનક ભાષણ અને હથિયારો સાથે દેખાવો યોજવાના આરોપસર અરવલ્લી જિલ્લા પોલીસે હાર્દિક પટેલની સાથે ભાગતા તેના 22 સાથીદારોને ઝડપી ધનસુરા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જાહેરનામાના ભંગ તેમજ હથિયારો સાથે દેખાવો યોજવા બદલ 27 પાટીદારો સામે ગુનો નોંધ્યો હતો. પરંતુ ઝડપાયેલા 22 પાટીદારોને પોલીસના કડક જાપ્તા વચ્ચે મોડાસા કોર્ટમાં રજૂ કરાયા ત્યારે ટેકેદારો સહિત લોકોના ટોળાં કોર્ટમાં ઉમટી પડ્યા હતાં.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, પોલીસ જોતી રહી, તેનપુરમાંથી હાર્દિક છટકી ગયો
અન્ય સમાચારો પણ છે...