તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશોત્સવ: ઉપાધ્યક્ષના PAએ કહ્યું, જિલ્લામાં કોઇ શિક્ષકની અછત નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ત્રીજા અને અંતિમ દિવસે દહેગામ તાલુકાના હરખજીના મુવાડામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને દહેગામના ધારાસભ્ય એક જ શાળામા જોડે હતા. તે દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા બાદ ધારાસભ્યએ ઉપાધ્યક્ષને શાળામાં શિક્ષકોની ઘટ ભરવા માટે રજૂઆત કરી હતી. ઉપાધ્યક્ષે પીએ સાથે વાત કરવાનુ કહેતા પીએએ ધારાસભ્યને કહ્યું કે જિલ્લામાં કોઇ શિક્ષકની ઘટ જ નથી.

રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે માટે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે પ્રાથમિક શાળામાં 8થી 10 સુધી પ્રવેશોત્સવ મનાવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના મંત્રીઓ, આઇએએસ અધિકારી સહિત પદાધિકારીઓને પ્રવેશોત્સવની કામગીરી સોપવામાં આવી છે. પ્રવેશોત્સવના અંતિમ દિવસે દહેગામ તાલુકાના હરખજીના મુવાડામાં સ્થાનિક ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. 

શિક્ષકોની ઘટ પૂરવા માટે રજૂઆત કરવામાં આવી

પ્રવેશોત્સવની કામગીરી પૂર્ણ થયા બાદ ધારાસભ્યએ શાળાઓમાં રહેલી શિક્ષકોની ઘટ પુરવા રજૂઆત કરી હતી.  દહેગામના ધારાસભ્ય કામિનીબાએ કહ્યુ કે હરખજીના મુવાડાની શાળાનુ નવુ મકાન બનાવવા મેં ગ્રાન્ટ આપી હતી. આજે શનિવારે તેનુ લોકાર્પણ કરવાનુ હોવાથી મને આમંત્રણ આપ્યુ હતુ. શાળા પ્રવેશ અને લોકાર્પણ બંને કાર્યક્રમ યોજાયા હતા.  કાર્યક્રમ બાદ અત્યાર સુધી મને મળેલી રજૂઆતને ધ્યાનમાં લેતા મે ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરને શિક્ષકોની ઘટ હોવાથી ભરતી કરવા રજૂઆત કરી હતી. શંભુજીએ તેમના પીએને રજૂઆત લખાવી દેવા કહ્યુ હતુ. ધારાસભ્ય પીએ પાસે રજૂઆત કરવા ગયા ત્યારે પીએએ કહ્યુ કે જિલ્લામાં કોઇ શિક્ષકોની ઘટ જ નથી !!
અન્ય સમાચારો પણ છે...