તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 દલિત ધારાસભ્યોમાંથી એક જ MLAની CMને રજૂઆત, મંત્રીમાંથી કોઈ નહિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : રાજ્યમાં દલિતોની સ્થિતિને ઉજાગર કરતી જાણકારી મુજબ 2010થી લઈને 2015ની સાલ સુધીમાં દલિતો પર અત્યાચારના કુલ મળીને 6473 મામલાઓ નોંધાયા હોવા છતાં આ મુદ્દે ચૂંટાયેલા 13 દલિત ધારાસભ્યોમાંથી ફક્ત અસારવાના ધારાસભ્ય આર. એન. પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને જરૂરી પગલાં લેવાની રજૂઆત કરી છે.

દલિતો પર અત્યાચારના 6473 મામલા

એક આરટીઆઈ દ્વારા માહિતિ માંગવામાં આવી હતી કે 1 જાન્યુઆરી 2010થી 19 ઓગસ્ટ 2015 સુધી સરકારના કેટલા મંત્રીઓએ તેમજ 1 જાન્યુઆરી 2013 થી કેટલા દલિત ધારાસભ્યોએ રાજ્યમાં થઈ રહેલા દલિતો પરના અત્યાચારના મામલે સીએમને લેખિતમાં રજૂઆત કરી છે?

અમારા સમાજના મંત્રી જ રજૂઆત નથી કરતા

2010 થી 2015 સુધીમાં સરકારે જ આપેલા આંકડા મુજબ દલિતોના 130 ખૂન થયા, 343 એટ્રોસિટીના કેસ થયા, 336 દલિત મહિલા પર બળાત્કાર થયા, અત્યાચારનો ભોગ દલિત બન્યા હોય તેવા કુલ 5628 કિસ્સાઓ નોંધાયા છે. તેમ છતાં જો રાજ્યના મંત્રી મંડળમાંથી, ખાસ કરીને ગૃહ વિભાગ અને સામાજિક ન્યાય વિભાગમાંના મંત્રી દ્વારા મુખ્યમંત્રીને કોઈ રજૂઆત જ નથી કરાઈ. તેમજ રાજ્યમાં ચૂંટાયેલા 13 દલિત ધારાસભ્યોમાંથી ફક્ત એક દ્વારા જ રજૂઆત કરાઈ છે. ત્યારે રાજ્યના દલિત સમાજ માટે મૂંઝવતો સવાલ એ છે કે એમનું હામી આ રાજ્યમાં કોણ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો