તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર મનપામાં રિનોવેશન પાછળ રૂ. 1 કરોડ ખર્ચાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : મહાપાલિકા કચેરીમાં 1લા માળે અને 4થા માળે સભાખંડ તથા કમિટી રૂમ સહિતના રિનોવેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સંબંધે મુકવામાં આવેલી દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા મંજુરી આપી દેવાઇ છે. જેમાં 4થા માળે મેયરની ચેમ્બરની સામેની બાજુએ આવેલા કોન્ફરન્સ રૂમની જગ્યાએ અધિકારીઓ માટે ચેમ્બર્સ બનાવવામાં આવશે. જ્યારે સભાખંડને બી વીંગમાં નવો બનાવવામાં આવશે. દરમિયાન શહેરમાં આવેલા 6 રંગમંચ ભાડે આપવામાં ડિપોઝીટની રકમ બેવડાવી અને બુકિંગની અવધિ એક વર્ષ પહેલાથી કરાવી શકાય તેના બદલે 3 મહિનાની કરી દેવાઇ છે.

મહાનગરપાલિકા હસ્તક સેક્ટરના રંગમંચ ભાડે આપવામાં ડિપોઝીટ બેવડાવીને 10 હજાર કરી દેવાઇ

સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે જણાવ્યું કે મહાપાલિકાનો વહીવટ વધવાની સાથે મ્યુનિસિપલ સેક્રેટરી સહિતના અધિકારીઓ માટેની ચેમ્બર્સ બનાવવી અનિવાર્ય થઇ છે. સાથે જ કર્મચારીઓની બેઠક વ્યવસ્થા સુદ્દઢ કરવાનું જરૂરી બન્યું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કચેરીમાં પ્રથમ માળે આવેલા કમિટીરૂમ અને 4થા માળે આવેલા સભાખંડના રિનોવેશન માટે કરવામાં આવેલી દરખાસ્ત પર ચર્ચા કરવા દરમિયાન એવો નિર્ણય લેવાયો હતો કે મેયરની વિંગમાંના સભાખંડની જગ્યામાં ચેમ્બર્સ બનાવી દેવામાં આવે અને સભાખંડને બી વિંગમાં મળેલી જગ્યામાં ખસેડીને વિસ્તૃત કરવામાં આવે. આ સંબંધે તમામ સતા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.

કોન્ફરન્સ રૂમની જગ્યાએ અધિકારીઓ માટે ચેમ્બર્સ બનાવાશે

સેક્ટર 16, 20, 22, 28, 29, 30માં આવેલા રંગમંચનું સચાલન મહાપાલિકાને સોંપવામાં આવ્યા પછી તેના રિનોવેશન કરી દેવાયા છે. ત્યારે હવે રંગમંચની ડિપોઝીટની રકમ 5 હજારથી વધારીને 10 હજાર કરી દેવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત 1 વર્ષ સુધીનું બુકીંગ લેવામાં આવતું હતું તે ગાળો ઘટાડીને 3 મહિનાનો કરી દેવામાં આવ્યો છે. તેમાં એક તારીખમાં બે કે થી વધુ બુકીંગ આવ્યા હોય તો ડ્રો કરીને ફાળવણી કરવાની પ્રથા જેમની તેમ રાખવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો